<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

રાજકોટ લોકમેળોઃ રાઇડોમાં કામકાજ બંધઃ આજે હાઇકોર્ટના નિર્ણય પર મીટઃ તમામ રાઇડ પાસે સજ્જડ પોલીસ બંદોબસ્‍ત

કલેકટરનો નિર્દેશઃ હાઇકોર્ટની સૂચનાનું પાલન કરાશેઃ એસઓપી મુજબ તમામ કાર્યવાહી થશેઃ પ્રભવ જોષીની લોકોને અપીલઃ મેળો કાલથી ચાલુ જ થશેઃ આનંદથી તહેવારો ઉજવો...

રાજકોટ : રાજકોટના ધરોહર લોકમેળામાં તમામ ૩૧ મોટી રાઇડો લેનાર વિરેન્‍દ્રસિંહ દ્વારા એસઓપીમાં નિયમોમાં છૂટછાટ આપવાના પ્રશ્ને ગઇકાલે હાઇકોર્ટમાં રીટ થતા... મોડી રાત્રે કલેકટર તંત્ર - પોલીસ તંત્ર - લોકમેળામાં ધસી ગયું હતું, કલેકટર, સીટી પ્રાંત-૧, ઉચ્‍ચ પોલીસ અધિકારીઓએ મેળામાં દોડી જઇ મોટી રાઇડો બાંધવાની કામગીરી અટકાવી હતી, અને તમામ રાઇડ પાસે સજ્જડ પોલીસ બંદોબસ્‍ત મૂકી દીધો હતો, કલેકટરે પત્રકારોને જણાવેલ કે જયાં સુધી હાઇકોર્ટનો કોઇ નિર્દેશ ના આવે ત્‍યાં સુધી રાઇડસ સંચાલકોને કામગીરી ન કરવા આદેશ કરાયો છે, હાઇકોર્ટની જે સૂચના આવશે તેનું પાલન કરાશે, એસઓપી મુજબ તમામ કામગીરી થશે. કલેકટરે જણાવેલ કે જો મેળામાં મોટી રાઇડો નહિ હોય તો અમે અન્‍ય આકર્ષણ ઉમેરીશું, અન્‍ય તમામ સ્‍ટોલ યથાવત છે, લાખો લોકો શાંતિપૂર્ણ મેળો માણી શકશે., માનવ જીંદગી જોખમાય તેવી કોઇ બાબત ચલાવી નહિ લેવાય... કલેકટરે લોકોને અપીલ કરી હતી કે મેળો કાલથી ચાલુ જ થશે,  તમામ વર્ગ મેળો માણે તેવી અમારી અપીલ છે.

(12:10 PM IST)