<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

રાજકોટ શહેર જીલ્લાના ૧૬ પીઆઇની બદલી, સામે ૧૫ પીઆઇની નિમણુક

શહેર એસઓજીના ડી. સી. સાકરીયાને બનાસકાંઠા, એ. જે. પરમારને ગાંધીધામ, રાજકોટ સ્પેશિયલ બ્રાંચના પી.એલ. ધામાને ભાવનગર, પેરોલ ફરલોના બી.વી. ઝાલાને દાહોદ મુકાયાઃ મેટોડા પીઆઇ કુલદિપસિંહ ગોહિલને સુરત, શાપરના આર. કે. ગોહિલને ખેડા, રૂરલ પેરોલ ફરલોના એચ. જે. રાણાને દાહોદ, એલસીબીની ડી. બી. બડવાને મહેસાણા મુકાયાઃ

રાજકોટ તા. ૨૩: તાજેતરમાં રાજય પોલીસના ૨૩૪ પીએસઆઈને પોલીસ ઇન્સ્પેકટર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. પ્રમોશન બાદ જે તે પીઆઇને જે તે શહેરમાં જ નિમણુંક અપાઇ હતી. પરંતુ હવે આ તમામ પીઆઇની ગૃહ વિભાગ દ્વારા બદલી કરવામાં આવી છે. બદલીના જે હુકમો થયા છે તેમાં રાજકોટ શહેર એસઓજીના પીઆઇ ડી. સી. સાકરીયાને બનાસકાંઠા ખાતે બદલવામાં આવ્યા છે. જ્યારે મેટોડા જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ કુલદીપસિંહ ગોહિલને સુરત શહેર ખાતે બદલવામાં આવ્યા છે.

રાજકોટ શહેરમાંથી ૬ ઈન્સ્પેકટરની બદલી સામે ૦૩  નવા પીઆઇને નિમણુંક આપવામાં આવી છે. જ્યારે રાજકોટ ગ્રામ્યમાંથી  ૧૧ પીઆઇની બદલી સામે ૧૨ નવા પીઆઈની નિમણુંક આપવામાં આવી છે. રાજકોટ શહેરના પરેશભાઈ હીરાલાલ નાઈને આણંદ, પ્રવિણભાઇ લખમણભાઇ ધામાને ભાવનગર, ભૂપેન્દ્રસિંહ વિશ્વરથસિંહ ઝાલાને દાહોદ, ફરિદાબેન ભુરાભાઈ ગગનીયાને જૂનાગઢ, અફરોજબાનુ અબ્દુલરઝાક ખોખરને જામનગર, ધવલભાઈ ચંદુભાઈ સાકરીયાને સાબરકાંઠા જિલ્લામાં બદલી કરવામાં આવી છે.

જયારે દાહોદના મનોજકુમાર લાલસીનભાઇ ડામોર, ભરૂચના હરેશભાઈ નટવરભાઈ પટેલ અને ખેડાના મયુરપ્રકાશ હરીસિંહ ભાટીને રાજકોટ શહેરમાં નિમણુંક આપવામાં છે. રાજકોટ ગ્રામ્યમાં પીઆઈ દિલીપકુમાર ગંગાભાઈ બડવાને મહેસાણા, જયદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને ગાંધીધામ, હસમુખભાઈ ભાઈશંકર ધાંધલ્યાને બનાસકાંઠા અને વિપુલ કેશવજીલાલ કોઠીયાને દેવભૂમિ દ્વારકા તમેજ રમેશ હીરાભાઇ જાવીયાને રાજકોટ ગ્રામ્યની બનાસકાંઠા ખાતે બદલવામાં આવ્યા છે.

જયારે પંચમહાલ જિલ્લાના મયંકકુમાર મગનસિંહ ઠાકોર, કરાઈના ચિરાગકુમાર દેવેન્દ્રકુમાર વૈશ્યક, ભરૂચના ભાવેશભાઈ રાજેન્દ્રકુમાર પટેલ, વડોદરા જીઈબીના લાખાભાઈ ગોવરભાઈ નકુમ, ગાંધીધામના રવિરાજસિંહ ભૂપતસિંહ રાણા, મહેસાણાના જનકસિંહ પોપટસિંહ રાવ, છોટા ઉદેપુરના ઉદે સિંહ રસુલ ડામોર, ભાવનગરના રોહિતકુમાર ભાવનજી વાઢીયા, અમરેલીના દર્શનકુમાર બાબુભાઈ મજીઠીયા, વડોદરાના શોભનાબેન નાથાભાઈ પરમાર, સીઆઈડી ક્રાઈમના સંજયકુમાર હરીઓમ શર્મા અને વડોદરા ગ્રામ્યના મયુરકુમાર ગણપતભાઈ ચૌહાણને રાજકોટ ગ્રામ્યમાં નિમણુંક આપવામાં આવી છે.

(1:56 PM IST)