<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

રાજકોટ જિલ્લામાં જૂગારના ૬ દરોડામાં ર મહિલા સહિત ૪૩ પત્તાપ્રેમી પોલીસની ઝપટે ચડી ગયા

ધોરાજીના જમનાવડ ગામે ૬, પાટણવાવના વાડોદર ગામે ૯, ધોરાજીમાં ર મહિલા સહિત ૬, પડધરીના ખોખરી ગામે ૬, સરપદડ ગામે રાજકોટના ૧૦ અને લોધીકાના સાંગણના ગામે પત્તાટીંચતા ૬ પકડાયા

રાજકોટ તા. ર૩ :.. સાતમ-આઠમના તહેવારો ટાંકણે જ જીલ્લામાં જૂગારના પાટલા ઉપર પોલીસની ધોંધ ચાલે છે. જીલ્લામાં જૂગારના ૬ દરોડોમાં ર મહિલા સહિત ૪૩ પત્તાપરેમીઓને પોલીસે ઝડપી લીધા હતાં.

પ્રથમ દરોડામાં ધોરાજી તાલુકા પોલીસે જમનાવડ ગામે રામજી મંદિરથી આગળ વાણીયા શેરીમાં રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) વિનોદ ઇશ્વરભાઇ મેઘનાથી ધંધો મજૂરી રે. જમનાવડ (ર) દેવશી અરજણભાઇ મુછળીયા ધંધો નિવૃત, રહે. ધોરાજી હાઉસીંગ બોર્ડ બ્લોક નં. ર૯, (૩) વિજય રામજીભાઇ કુકડીયા રે. જમનાવડ, (૪) રામજી ભગવાનજીભાઇ શ્યારા ધંધો ખેતી રે. ધોરાજી જમનાવડ રોડ, (પ) વિજય નંદલાલભાઇ કુંવાડ ઉ.૪ર ધંધો ડ્રાઇવર તથા (૬) મન વિસામણભાઇ હડીયા ધંધો ખેતી રે. બન્ને રહે. જમનાવડને રોકડા રૂ. ૩૬,૯ર૦ તથા ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતાં.

બીજા દરોડોમાં પાટણવાવ પોલીસે વાડોદરા ગામની મજેવડી તરીકે ઓળખાતી સીમમાં હરસુખભાઇ નારીયાની વાડીના શેઢા પાસે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) હરસુખ ઉર્ફે હરેશ છગનભાઇ નારીયા, (ર) બાબુ કુરજીભાઇ ડાભી, પપ ધંધો ખેતી, (૩) પ્રવિણ ઉર્ફે ચીકુ બાબુભાઇ કુંડારીયા ધંધો ખેતી (૪) ભૌતિક નારણભાઇ વિરડા, ધંધો ખેતી (પ) મનસુખ ઉર્ફે મનુભાઇ માંડણભાઇ ડાંગર, ધંધો ખેતી (૬) રાજકુમાર બટુકસિંહ જાડેજા, ધંધો ખેતી (૭) કિશન રમેશભાઇ ડાંગર, ધંધો ખેતી (૮) કેતન હરીભાઇ ચાચડીયા ધંધો ખેતી ત્થા (૯) હર્ષદ પરબતભાઇ હેરભા ધંધો ખેતી રહે. તમામ વાડોદરા તા. ધોરાજીને રોકડા રૂ. ૧૪,૪૮૦ તથા ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતાં.

ત્રીજા દરોડોમાં ધોરાજી સીટી પોલીસે ધોરાજી વિશ્વકર્મા સોસા. બી. એસ. એન. એલ. ઓફીસની બાજુમાં રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) ઇમરાન ચીરાગભાઇ શેખ ધંધો મજૂરી રહે. ધોરાજી રેલ્વે સ્ટેશનની બાજુમાં (ર) શૈલેષ રમેશભાઇ દેસાણી ધંધો ડ્રાઇવીંગ રહે. ધોરાજી સુધરાઇ કોલોની (૩) કિશોર ધરમદાસ દૂધરેજીયા ધંધો ડ્રા. રહે. ધોરાજી વિશ્વકર્મા સોસા. (૪) મનસુખ ભીખાભાઇ ભડેલીયા ધંધો મજૂરી રહે. ધોરાજી વીશી પ્લોટ, (પ) હિનાબેન વા-ઓ કિશોરભાઇ દૂધરેજીયા રહે. ધોરાજી વિશ્વકર્મા સોસા. તથા (૬) હસીનાબેન ડો.-ઓ. મામદભાઇ ગરાણા રહે. ધોરાજી સુધરાઇ કોલોની ને રોકડા રૂ. ૧પ,પ૬૦ તથા ગંજીપત્તા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ચોથા દરોડામાં પડધરી પોલીસે ખોખરી ગામે બાપા સીતારામ ચોક પાસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા(૧) જયુભા ભીખુભા જાડેજા, (ર) હરદેવભાઇ મહોબતસિંહ જાડેજા ધંધો.ખેતી, જી.રાજકોટ, (૩) મહિપતસિંહ રૂપસિંગ જાડેજા ધંધો.ખેતી, (૪) લગધીરસિંહ અમરસિંહ જાડેજા ધંધો.ખેતી, (પ) પ્રદ્યુમનસિંહ ગુલાબસિંહ જાડેજા તથા (૬) ઘનશ્યામસિંહ કીરીટસિંહ જાડેજા ધંધો.ખેતી રહે.તમામ ખોખરી તા.પડધરીને રોકડા રૂ.૧૨,૪૦૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

પાંચમાં દરોડામાં પડધરી પોલીસે  સરપદડ બોડી ઘોડી રોડ મેલડીમાના મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યામાં રેઇડ કરી જાહેરમા જુગાર રમતા (૧) કમેલશ ઠાકુરદાસ જેતવાણી ૩૬ ધંધો- ડ્રાઈવીંગ રહે.રેલનગર સાધુ વાસવાણી કુંજ બ્લોક નં ડી ૧૧૬ રાજકોટ, (૨) યોગીરાજસિંહ સજનસિંહ જાડેજા ધંધો. ડ્રાઈવીંગ રહે. શીવમ પાર્ક શેરીનં ૦૬ બ્લોક નં ૪૦ રાજકોટ , (૩) રતનલાલ કનૈયાલાલ તખતાની ધંધો. વેપાર રહે.રેલનગર સાધુ વાસવાણી કુંજ બ્લોક નં સી ૧૧૨, (૪) સુરેશ નીલારામ નેલાણી ધંધો.વેપાર રહે, પોપટપરા રઘુનંદન શેરી નં ૦૬, (૫) પરસોતમ પરમાનંદભાઈ વધવા ધંધો.વેપાર રહે.રેલનગર સાધુ વાસવાણી કુંજ બ્લોક નં ૧૪ રાજકોટ, (૬) રવી  ધરમદાસ વલેસા ધંધો મજુરી રહે. પોપટપરા મફતનગર શેરી નં-૩ શકતીપાન પાછળ ૩ ની શેરી રાજકોટ, (૭) મહેશ દયારામ વસ્તાણી ધંધો વેપાર રહે, રેલનગર સાધુ વાસવાણી કુંજ બ્લોક નંબર ૮ એપાર્ટમેન્ટ -સી રાજકોટ, (૮) ભાવેશ મગનલાલ પ્રતિમાણી ધંધો વેપાર રહે, પરસાણા નગર શેરી નંબર ૦૫ ગોરેશ્વર મહાદેવ મંદિર પાસે રાજકોટ, (૯) પ્રસાંત ઇન્દ્રભાઈ સાહીઝા ધંધો વેપાર રહે, પરસાણા નગર શેરી નંબર ૦૩ રાધે ક્રિષ્ના એપાર્ટમેન્ટ પાસે, (૧૦) અશોક મનાલાલ મેલવાણી રહે. રેલનગર સાધુવાસવાણી કુંજ બ્લોક નંબર સી ૧૧૦ રાજકોટને રોકડા રૂ.૧૧,૪૭૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

છઠા દરોડામાં લોધીકા પોલીસે સાંગણવા ગામની સીમ રામધણ તરફ જતા રસ્તે ધારવાળી વાડીના સેઢે જાહેર ખરાબાની જગ્યામાં રેઇડ કરી જુગાર રમતા (૧) જીજ્ઞેશ કલાભાઇ શીંગાળા ધંધો-ખેતીકામ, (૨) ગુલાબ અશોકભાઇ સોરઠીયા ધંધો-પ્રા.નોકરી, (૩) કલ્પેશ રત્નાભાઇ ભુવા ધંધો-ખેતીકામ, (૪) ગૌતમ વિનુભાઇ શીંગાળા ધંધો-મજુરીકામ, (૫) બળદેવ ધીરૂભાઇ ભુવા ધંધો-ખેતીકામ તથા (૬) વિશાલ પરબતભાઇ બાંભવા ધંધો-મજુરીકામ રે. તમામ સાંગણવા ગામને રોકડા રૂ.૧૧,૨૦૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(1:59 PM IST)