<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

રાજકોટ સહિત રાજયભરમાં પુરવઠાનું સર્વર ડાઉન

ત્રણ દિ'થી ધાંધીયાઃ ‘તહેવારો ટાંકણે જ તંત્રનું ઘોડૂ ન દોડયું': લાખો લોકો તેલ-ખાંડ વિહોણાઃ મચી ગયેલો દેકારો : દુકાનો-ઝોનલ ઓફીસોમાં લાંબી લાઇનોઃ રાજકોટમાં હજુ સીંગતેલનું ૪૦% વિતરણ બાકીઃ રોજેરોજ ઘર્ષણ

રાજકોટ તા. ર૩ :.. ‘દશેરાએ જ ઘોડૂ ન દોડે' તે કહેવત યર્થાથ કરતી હોય તેમ તહેવારો આવી ગયા છે, અને પુરવઠા તંત્રનું ઘોડૂ દોડયું ન હોય લાખો ગરીબ રેશનીંગ કાર્ડ ધરાવતા કાર્ડ હોલ્‍ડરો ભારે નિરાશ બન્‍યા છે.

વિગતો મુજબ રાજકોટ સહિત રાજયભરમાં પુરવઠાનું સર્વર ડાઉન રહેતા સસ્‍તા અનાજની દૂકાનો તથા પુરવઠાની ઝોનલ ઓફીસોમાં લાંબી લાઇનો લાગી ગઇ છે, ત્રણ દિ' થી ધાંધીયા શરૂ થયા છે, તા. ર૧ અને તા. રર સર્વર ધીમુ ચાલતુ હતું, આજે તો સવારથી સાવ ઠપ્‍પ છે, પરીણામે દૂકાનદારો - કાર્ડ હોલ્‍ડરો વચ્‍ચે ભારે ઘર્ષણ શરૂ થયું છે.

મળતી વિગતો મુજબ રાજયભરમાં લાખો લોકોને ઘઉં-ચોખા-મીઠુ-તુવેરવદાળ-ચણા મળી ગયા પરંતુ વધારાની ખાંડ - તહેવારો પરનું સીંગતેલ મળી શકયા નથી, એકલા રાજકોટમાં જ સીંગતેલનું ૪૦ ટકા વિતરણ બાકી છે, આવુ તો રાજયભરમાં છે. રાજકોટ પુરવઠા કચેરીએ ગાંધીનગર ધ્‍યાન દોર્યુ છે, પરંતુ હજુ કોઇ નિવેડો આવ્‍યો નથી.

(2:58 PM IST)