<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

૧૮ ગુનાઓમાં સામેલ શ્રીનાથજી સોસાયટીના રાહુલ સબાડને પાસામાં ધકેલતાં પોલીસ કમિશનર

માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ, પીસીબી પીઆઇ એ. જે. પરમાર અને ટીમોએ વોરન્‍ટ બજવણી કરીઃ સુરત જેલહવાલે કરાયો

રાજકોટ તા. ૨૩: અલગ અલગ ૧૮ ગુનાઓમાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચુકેલા મવડીની શ્રીનાથજી સોસાયટી-ના છેડે મુરલીધર ચોકમાં રહેતાં રાહુલ પ્રભાતભાઇ સબાડ (ઉ.વ.૨૭)ને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પાસા તળે સુરત જેલમાં ધકેલી દીધો છે.

માલવીયાનગર પોલીસે ઇ-ગુજકોપ પ્રોજેક્‍ટમાં ગુનાહિત ઇતિહાસ ચેક કરી પાસાની દરખાસ્‍ત જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશકુમાર બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં તૈયાર કરતાં તે મંજુર થઇ હતી. રાહુલ સબાડ અગાઉ માલવીયાનગર પોલીસમાં નિર્લજ્જ હુમલો, તોડફોડ-ધમકી, હદપાર, જાહેરનામા ભંગ, દારૂ, મારામારી, લુંટ, એટ્રોસીટી સહિતના ૧૮ ગુનાઓમાં પોીસ ચોપડે ચડી ચુક્‍યો હતો. તેને સુરત જેલહવાલે પાસા તળે ધકેલી દેવાયો છે.

આ કામગીરી માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એસ. એ. સિન્‍ધી, હેડકોન્‍સ. દિપકભાઇ રાઠોડ, મહેશભાઇ રૂદાતલા, અજયભાઇ વિકમા, દિનેશભાઇ બગડા, હિરેનભાઇ પરમાર, કોન્‍સ. હરસુરભાઇ સબાડ, ભાવેશભાઇ ગઢવી, જયદિપસિંહ ભટ્ટી, મયુરદાન બાટી, પીસીબી પીઆઇ એ. જે. પરમાર, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, એએસઆઇ રાજુભાઇ દહેકવાલ, હેડકોન્‍સ. ઇન્‍દ્રજીતસિંહ સિસોદીયાએ કરી હતી.

(3:07 PM IST)