News of Friday, 23rd August 2024
૨૪થી ૨૮મી સુધી આટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ રહેશેઃ જાણો પોલીસ કમિશનરનું જાહેરનામુ
લોકમેળા આસપાસ કયા રસ્તા ખુલ્લા રહેશે તે પણ જાણી લો

રાજકોટઃ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી તા. ર૪ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે, ત્યારે લોકો સરળતાથી હરીફરી શકે તથા ટ્રાફિકનું સુચારુ સંચાલન થઈ શકે તે માટે શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા અલગ-અલગ સાત માર્ગો ઉપર વાહનોને પ્રવેશબંધી ફરમાવી છે. તે મુજબ કિશાનપરાથી મહિલા કોલેજ અંડર બ્રિજ સુધી ખાનગી લકઝરી બસોને પણ પાંચ દિવસ માટે પ્રવેશબંધી ફરમાવાઇ છે. તે જોતા ટ્રાફિકનું ભારણ કાલાવડ રોડ ઉપર વધારે રહેશે.
આવતીકાલ તા. ૨૪થી ૨૮ ઓગસ્ટ સુધી લોકમેળા દરમિયાન રેસકોર્સ રિગરોડ જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન, પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ, જૂના એન.સી.સી. ચોક, અંડર બ્રિજ સુધી તમામ વાહનો માટે પ્રવેશબંધ અને બંને બાજુ નો-ર્પાકિંગ જાહેર કરવામાં આવે છે. જેમાં (૧) ટ્રાફિક શાખાથી પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ સુધી (૨) આઈ.બી.ની ઓફિસથી રૂરલ એસ.પી.ના બંગલા સુધી (૩) સુરજ-૧ એપાર્ટમેન્ટથી લોકમેળાના મુખ્ય ગેઈટ સુધી(૪) ચાણકય બિલ્ડિગ ચોકથી ફુલછાબ ચોક, જિલ્લા પંચાયત ચોક સુધી (૫) રેસકોર્સ રિગરોડ ફરતે લારી, ગલ્લા, પાથરણા, રેકડી રાખવાની મનાઈ ફરમાવી છે. (૬) વિશ્વા ચોકથી જુના એન.સી.સી. ચોક સુધી તેમજ (૭) મહિલા અંડર બ્રિજથી કિસાનપરા ચોક સુધી પ્રાઇવેટ લકઝરી બસોનું જાહેરનામું પૂર્ણ થયા બાદ કિસાનપરા ચોક તરફ આવી શકશે નહીં પણ ટાગોર રોડથી જઈ શકશે.
વધુમાં પ્રવેશબંધીના જાહેરનામાને પગલે (૧) ચાણકય બિલ્ડિગ ચોકથી શ્રોફ રોડ, ટ્રાફિક શાખા, રૂડા બિલ્ડિગ જામનગર રોડથી એરપોર્ટ-ગાંધીગ્રામ તરફ જઈ શકાશે. ચાણકય બિલ્ડિગ ચોકથી ફુલછાબ ચોકથી જિલ્લા પંચાયત ચોકથી કિસાનપરા ચોક તરફ જઈ શકાશે. (૨) આમ્રપાલી અંડરબ્રિજથી કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોકથી ફુલછાબ ચોક તરફ જઈ શકાશે. (૩) મેળા દરમિયાન ભારે વાહનોને રેસકોર્સ રિગરોડ પર પ્રવેશબંધી રહેશે.
આ ૧૭ સ્થળોએ વિનામુલ્યે વાહન પાર્ક કરી શકાશે
રાજકોટઃ લોકમેળામાં વાહન લઈને આવતા નાગરિકો માટે (૧) નહેરૂ ઉદ્યાન, બહુમાળી ભવન સામે પ્રવેશ, બહુમાળી ચોક કાર, બાઈક, (૨) એરપોર્ટ ફાટકથી આમ્રપાલી ફાટક પૂર્વ બાજુનો ભાગ રેલવે પાટા સામે બસ, કાર, બાઈક (૩) બાલભવન મેઇન ગેઇટથી આર્ટ ગેલેરી સુધીના રોડ પર બાઈક તથા સાયકલ (૪) નવી કલેક્ટર કચેરી સામે કાર, બાઈક (૫) કિસાનપરા ચોક, એ.જી. ઓફિસની દિવાલ પાસે ૧૫ ઓટો રિક્ષા (૬) કિસાનપરા ચોક સાયકલ શેરિંગવાળી જગ્યા ટુ વ્હીલર માટે (૭) આયકર વાટિકા સામે ખુલ્લી જગ્યા પાસે રિલાયન્સના ગ્રાઉન્ડમાં કાર, બાઈક (૮) ચૌધરી હાઈસ્કુલ ગ્રાઉન્ડ ટુવ્હીલર તથા ફોર વ્હીલર (૯) આયકર ભવન પાછળ આવેલા પ્લોટમાં ટુવ્હીલર માટે (૧૦) કિસાનપરા ચોક જૂની કેન્સર હોસ્પિટનું ગ્રાઉન્ડ ટુવ્હીલર માટે (૧૧) કિસાનપરા ચોક કેપિટલ હોટલ પાછળનું ગ્રાઉન્ડ ટુવ્હીલર (૧૨) એસ.બી.આઈ. બેન્ક સામે શારદાબાગ પાસેનું ગ્રાઉન્ડ ટુવ્હીલર માટે (૧૩) ચાણકય બિલ્ડિગ ચોક પાસે નગર રચના અધિકારીશ્રી કચેરીનું ગ્રાઉન્ડ ટુવ્હીલર માટે (૧૪) એરપોર્ટ ફાટક પાસે શ્રેયસ સોસાયટી પાસેનું ગુજરાત રાજ્ય કળષિ અને ગ્રામીણ વિકાસ બેન્કનું ગ્રાઉન્ડ ટુ વ્હીલર (૧૫) ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ ફોર વ્હીલર (૧૬) સરકીટ હાઉસ સામે મેમણ બોડિંગનું ગ્રાઉન્ડ ટુવ્હીલર માટે (૧૭) હોમગાર્ડ ઓફિસર કોલોની બહુમાળી ભવન સામે ફક્ત સરકારી વાહનો માટે વિનામૂલ્યે ર્પાકિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
(3:08 PM IST)










