News of Friday, 23rd August 2024
કોલકતાના આર જીકર મેડિકલ કોલેજમાં થયેલ મહિલા તબિબ પર દુષ્કર્મ - હત્યા બાબતે રાજકોટના કલેકટરને આવેદન

રાજકોટઃ કોલકતાના આર જીકર મેડિકલ કોલેજના તાલિમાર્થી મહિલા તબિબ પર દુકર્મ-હત્યા બાબતે જયારે સમગ્ર ભારત અને તબિબ આલમ શોકમય છે ત્યારે દેશની મહિલાઓની સુરક્ષાને લઇને કડક કાયદો બને અને પીડીતાને ઝડપી ન્યાય મળે તે માટે પ્રદેશ અધ્યક્ષશ્રી પ્રવિણભાઇ નકુમ, રાજકોટ જિલ્લા ટીમ મોદીના કાર્યકરો અને પ્રદેશબક્ષીપંચ મોરચાના પ્રમુખ વિલાસગિરિ ગોસ્વામી, જિલ્લા પ્રમુખ અંકિતભાઇ રૈયાણી, જિલ્લાના મહામંત્રી મિતેશભાઇ સાવલિયા દ્વારા રાજકોટ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને આ કૃત્યને સખત શબ્દોમાં વખોડયું હતું.
(3:10 PM IST)










