News of Friday, 23rd August 2024
રાજકોટ સીટી-ર પ્રાંત અધિકારી તરીકે મેહક જૈનઃ નિશા બગસરામાં આઇ.એ.એસ. કેડરના જુનિયર અધિકારીઓની બદલી
સ્વપ્નીલ સીસલેની ધ્રોલ પ્રાંત અધિકારી પદે નિમણૂક

રાજકોટ તા. ર૩ :. રાજય સરકારે આઇ. એ. એસ. કેડરના જુનિયર અધિકારીઓની બદલી કરી છે. તાલીમી સમયગાળો પૂરો કરનારા ર૦રર ની બેચના ૯ અધિકારીઓને મદદનિશ કલેકટર (પ્રાંત અધિકારી) પદે નિમણુક આપવામાં આવી છે.
મેહક જૈન રાજકોટ સીટી-ર માં પ્રતિભા દહીંયા ભાવનગર, વંદના મીના કેશોદમાં સ્વપ્નીલ સીસલે ધ્રોલમાં અને અમોલ અવતે દ્વારકામાં નિયુકત થયા છે. રાજકોટના મદદનીશ કલેકટર નિશા બગસરામાં પ્રાંત અધિકારી તરીકે નિયુકત થયા છે. (પ-૧૪)
(3:11 PM IST)










