News of Friday, 23rd August 2024
વહાલથી વધાવશે સૌ, છવાઇ જશે કેશવ : યાત્રાનો ૨૨ કિ.મી. રૂટ, ૧૫૦ ફલોટ્સ
જેની માથે માધવની મહેર છે, રાજકોટ ભકિતભીનુ શહેર છે : સોમવારે મવડી ચોકડીએ ધર્મસભા બાદ યાત્રા પ્રારંભ : પેડક રોડ પર વિરામ : ધર્માધ્યક્ષ તરીકે બાલકૃષ્ણદાસજી સ્વામી : મુખ્ય વકતા શ્રી રંગરાજ : વિ.હિ.પ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા કાલે શનિવારે રાત્રે શ્રીનાથધામ હવેલી પાસે, સ્પીડવેલ પાર્ટી પ્લોટવાળા ચોકમાં કાન ગોપી રાસ : રવિવારે રાત્રે મવડી ચોકડીએ નામાંકિત કલાકારોનો લોકડાયરો : પત્રકાર પરિષદમાં જન્માષ્ટમી મહોત્સવની વિસ્તૃત માહિતી આપતા શાંતુભાઇ રૂપારેલિયા, રાજદીપસિંહ જાડેજા, વિજય વાંક, ધીરૂભાઇ વીરડિયા સહિતના આગેવાનો

જય શ્રી કૃષ્ણ : વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ આયોજિત પત્રકાર પરિષદમાં સમિતિના માર્ગદર્શક શાંતુભાઇ રૂપારેલિયા, માવજીભાઇ ડોડિયા, હસુભાઇ ચંદારાણા, સમિતિના અધ્યક્ષ રાજદીપસિંહ જાડેજા, યાત્રાના અધ્યક્ષ વિજય વાંક, મુખ્ય રથ સંયોજક ધીરૂભાઇ વીરડિયા, ઇન્ચાર્જ નિતેશ કથીરિયા, મંત્રી હર્ષિત ભાડજા, અગ્રણી તીર્થરાજસિંહ ગોહિલ, સમિતિના ઉપાધ્યક્ષો ડો. હિરેન વિસાણી, કૌશિક સરધારા, સંજય ચાવડા, વિપુલ ગજ્જર, મીડિયા ઇન્ચાર્જ પારસ શેઠ વગેરે ઉપસ્થિત છે. (તસ્વીર : સંદીપ બગથરિયા)
રાજકોટ તા. ૨૩ : વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા ૩૮ વર્ષથી અવિરત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ૩૯મી શોભાયાત્રાનું અભુતપૂર્વ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. વિશેષમાં આ વર્ષ વિ.હિ.પ. ની સ્થાપનાના ૬૦ મું વર્ષ પૂર્ણ થઈ રહયું હોય કાર્યકરોમાં એક અનેરો ઉત્સાહ વ્યાપી રહયો છે. છેલ્લા એકાદ મહિનાથી વિવિધ સમિતિના સભ્યો, હોદેદારો, કાર્યકરોની ફૌજ કાર્યરત રહી શોભાયાત્રાને ભવ્યાતીભવ્ય બનાવવા માટે કાર્ય કરી રહી છે. તા. ર૬ને સોમવારે રોજ ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટય દિન જન્માષ્ટમી પ્રસંગે સવારે ૮-૦૦ કલાકે મવડી ચોકડી ખાતે એક ધર્મસભાનું આયોજન કરવામાં આવશે. ધર્મસભામાં ધર્માઘ્યક્ષ તરીકે એસ.જી.વી.પી ગુરૂકુળના સ્વામીશ્રી બાલકૃષ્ણદાસજી બિરાજશે. મુખ્ય વકતા તરીકે વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત ક્ષેત્રના સંગઠન મંત્રી શ્રીરંગ રાજે પ્રાસંગીક ઉદ્બોધન કરશે. જેઓ વિ.હિ.પ. ગુજરાત ક્ષેત્રમાં હાલ સંગઠન મંત્રી તરીકે નિયુકત છે જેઓ સતત સંગઠનના કામ માટે પ્રવાસ કરતા રહે છે અને જેમનું નિવાસ સ્થાન કર્ણાવતી ખાતે છે.
મહોત્સવ સમિતિના અઘ્યક્ષની જવાબદારી શ્રી રાજદિપસિંહ જાડેજા (રાજાભાઈ, વાવડી) તથા કાર્યકારી અઘ્યક્ષ તરીકે તિર્થરાજસિંહ એચ. ગોહેલ (ત્રાપજ) નિભાવી રહયાં છે. તેમજ રથયાત્રા અઘ્યક્ષ તરીકે વિજયભાઈ વાંક નિભાવી રહયાં છે. યાત્રા સંયોજક તરીકે બંકીમભાઈ છે મુખ્ય રથના સંયોજક તરીકે ઉદ્યોગપતિ ધીરૂભાઈ વીરડીયા છે. આ તકે આ ધર્મસભામાં અનેક રાજકીય અને સામાજીક આગ્રણીઓ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેનાર છે તે ઉપરાંત અનેક સાધુ સંતો તથા રાજકીય સામાજીક આગેવાનો ઉપસ્થિત રહી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવશે તથા શોભાયાત્રામાં જોડાઈ નગરવાસીઓનું અભિવાદન ઝીલશે અને આ પર્વની શુભેચ્છા પાઠવશે. આ તકે દરેક ધર્મ, સંપ્રદાય, પંથના સાધુ, સંતો, મહંતો, ગુરૂશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહી આર્શીવચન પાઠવશે. તેમ મહોત્સવ સમિતિના અગ્રણીઓએ પત્રકારોને જણાવ્યું હતું.
શોભાયાત્રામાં ધર્માઘ્યક્ષ સ્વામીશ્રી બાલકૃષ્ણદાસજી બિરાજમાન થશે જેઓ શાસ્ત્રી મહારાજશ્રી ધર્મજીવનદાસજી સ્વામીના શિષ્ય એવા બાલકૃષ્ણદાસજી ૧૯૬૭ માં દિક્ષા પ્રાપ્ત કરેલ હતી. ૧૯૭૬ માં અમદાવાદના નવા બનેલા ગુરૂકુળના ચીફ કો-ઓર્ડીનેટર તરીકે પ્રસંશનીય કામગીરી કરેલ. રાજકોટ ગુરૂકુળના નિર્માણ માટે તેમને કુશળતાપૂર્વક કો-ઓર્ડીનેશન દ્વારા કાર્ય પૂર્ણ કરી બતાવેલ હતું. સંસ્થાના બાંધકામો કરવાના હોય છે તેમાં તેઓની સેવા અચુકપણે લેવામાં આવે છે. નાનામાં નાની જરૂરીયાત, ઉપયોગીતા અને ટેકનીકલી રીતે કચાસ ન રહે તે જોવાનું તેમની દ્રષ્ટિ તેમને અન્ય કરતા કંઈક અલગ પાડે છે. તેઓ દ્વારા અમદાવાદ ગુરૂકુળના રોજે રોજના પ્રસંગો, કાર્યો, ગતિવિધી ઉપર તેમની હંમેશા દ્રષ્ટિ રહે છે. સામાજીક, શૈક્ષણિક, સેવાકીય પ્રવૃતિઓમાં તેઓ હરહંમેશ સંસ્થાને પ્રોજેકટ કરવામાં અગ્રેસર રહે છે. ગુરૂકુળના બાળકોમાં સંસ્કારનું સિંચન, ધર્મ ભાવના, સમયની કદર, પ્રેમ અને બંધુત્વ દ્વારા તેમનું જીવન ઘડતર થાય તે માટે તેઓ સતત જાગૃત અને પ્રવૃત રહે છે.
શોભાયાત્રાની ઝલક
રાજકોટના મવડી ચોક ખાતેથી શરૂ થનારી આ શોભાયાત્રા તેના પરંપરાગત ૨૨ કિ.મી.ના રૂટ ઉપર રાજકોટના મુખ્ય માર્ગો ઉપર ફરીને બાલક હનુમાન મંદિર, પેડક રોડ ખાતે સમાપન થશે. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નાના-મોટા વાહન, ઘોડે સવારો તથા ૩૦ જેટલી ટ્રાઈસીકલ વાહન લઈને સક્ષમ ગ્રુપના દિવ્યાંગ સભ્યો પ્રથમવાર આ શોભાયાત્રામાં જોડાશે ઉપરાંત ઘ્યાનાકર્ષક એવું બેન્ડ કે જેના સાંજીંદાઓ ખાસ બનાવેલા ડબલ ડેકર ઓપન એર બસમાં લાઈવ પરફોર્મન્સ આપશે. જે માણવું પણ એક નવીનતમ લ્હાવો છે. સાથે હજારો લોકો, સંસ્થાઓ, મંડળો, ગ્રુપ, શૈક્ષણિક સંસ્થાઓ અને કાર્યકરો જોડાશે. શોભાયાત્રાનું રાજકોટના રાજમાર્ગોના રૂટ પર ઠેર ઠેર અનેક સંસ્થાઓ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના વધામણા થશે રાજકોટની અનેક સેવાભાવી સંસ્થા, યુવા મંડળો, વેપારી મંડળો દ્વારા રથયાત્રામાં જોડાનાર લોકો માટે પ્રસાદ, પાણી, શરબત, ફળાઆહાર, લસ્સી સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવશે. પોલીસ ડિપાર્ટમેન્ટ સમગ્ર રૂટમાં ટ્રાફીક સંચાલન અને સુરક્ષા પુરી પાડવાનું કાર્ય કરશે. આ શોભાયાત્રાના વિવિધ ફલોટસ તથા ભગવાન શ્રીકૃષ્ણની મુખ્ય પ્રતિમાના દર્શનનો લાભ લેવા અબાલ-વૃઘ્ધ, ભાઈઓ-બહેનો સહિતના તમામ લોકો અને હિન્દુ સમાજ બહોળી સંખ્યામાં ઉમટી પડશે. યાત્રા મવડી ચોકડીથી નીકળી રાજમાર્ગો પર રાબેતા મુજબના રૂટ પર ફરી પેડક રોડ પર વિરામ પામશે.
સરખા ગણવેશમાં
સાફાધારી યુવાનો જોડાશે
યાત્રાની શરૂઆતમાં યુવાનો કેશરી સાફા અને એક સરખા યુનિફોર્મ સાથે આપણો રાષ્ટ્રઘ્વજ લઈને રથયાત્રામાં જોડાશે. ત્યારબાદ નવીનતમ ડબલ ડેકર લાઈવ ડી.જે. જે ખાસ મહેસાણાથી જોડાશે, ત્યારબાદ ગાયત્રી પરિવાર, બોલબાલા ટ્રસ્ટ, સરસ્વતી શીશુ મંદિર, રાધે-શ્યામ ગૌશાળ, બાલક હનુમાન મંદિર, રંગીલા ધુન મંડળ જેવા નામી-અનામી ગ્રુપ મંડળના ફલોટ શોભાયાત્રામાં જોડાશે. રર કિ.મી. જેટલા લાંબા રથયાત્રાના રૂટ પર અનેક સમાજ, જ્ઞાતિ દ્વારા ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત ઉમળતાભેર કરવામાં આવશે. અનેક મંડળો, સંસ્થા, ગ્રુપ દ્વારા શરબત, પાણી, ફરાળ, પ્રસાદી, ફળાહાર, છાશ સહિતનું વિતરણ કરવામાં આવશે.
શોભાયાત્રાની પૂર્વ તૈયારીના ભાગ રૂપે હજારોની સંખ્યામાં રીક્ષામાં ઝંડીઓ લગાવવામાં આવી છે. ચોકે-ચોકે ઘ્વજારોહણ અને લત્તે-લત્તે સુશોભનને આખરી ઓપ અપાઈ ચુકયો છે. અનેક સંસ્થા, મંડળ, ગ્રુપ, યુવા સંગઠનો દ્વારા ફલોટ માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. શોભાયાત્રાના પ્રચાર અર્થે સમિતિ દ્વારા સ્ટીકર, બેગ, પેન, કીચન, પર્સ, ધજા, પતાકા, બેનર સહિતનું અનેક સાહિત્ય મોટી સંખ્યામાં છાપવામાં આવ્યુ હતું. શોભાયાત્રા પ્રસંગે અનેક સંતો-મહંતો, સાધુઓ, સામાજીક, રાજકીય, સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા આગેવાનો, મોભીઓ, શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાશે. સમગ્ર શોભાયાત્રા સુંદર રીતે પાર પાડવા માટે સમગ્ર રાજકોટનો પોલીસ સ્ટાફ, ટ્રાફીક પોલીસ વિભાગ, બજરંગદળ અને દુર્ગાવાહીનીના કાર્યકર્તા ભાઈઓ-બહેનો પોતાની સેવા આપશે અને શોભાયાત્રાને વ્યવસ્થા અને સુરક્ષાનું કવચ પુરૂ પાડશે.
જન્માષ્ટમી મહોત્સવ સમિતિ ર૦ર૪ ના વર્ષના સમિતિના હોદેદારો વિવિધ સમિતિઓના ઈન્ચાર્જશ્રીઓ વિગેરેની ઘોષણા કરવામાં આવી છે. જે નીચે મુજબ છે. જેમાં ધર્માઘ્યક્ષ : સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી એસજીવીપી ગુરૂકુળ, માર્ગદર્શક સમિતિ : શ્રી નરેન્દ્રભાઈ દવે, શ્રી હસુભાઈ ભગદેવ, શ્રી શાંતુભાઈ રૂપારેલીયા, શ્રી માવજીભાઈ ડોડીયા, શ્રી હસુભાઈ ચંદારાણા, મુખ્ય વકતા : શ્રીરંગ રાજે - વિ.હિ.પ. ગુજરાત ક્ષેત્ર સંગઠન મંત્રી, મહોત્સવ સમિતિ અઘ્યક્ષ : શ્રી રાજદિપસિંહ જાડેજા (રાજાભાઈ- વાવડી), મહોત્સવ સમિતિ કાર્યકારી અઘ્યક્ષ : શ્રી તિર્થરાજસિંહ એચ. ગોહેલ (ત્રાંપજ), રથયાત્રા અઘ્યક્ષ : શ્રી વિજયભાઈ વાંક, યાત્રા સંયોજક : શ્રી બંકીમભાઈ મહેતા, યાત્રા સહસંયોજક : શ્રી મનીષભાઈ બેચરા, મુખ્ય રથ સંયોજક : શ્રી ધીરૂભાઈ વીરડીયા, ઈન્ચાર્જ : શ્રી નિતેશભાઈ કથીરીયા, સહઈન્ચાર્જ : શ્રી કૃણાલભાઈ વ્યાસ, મંત્રી : શ્રી સુશીલભાઈ પાંભર, શ્રી હર્ષિતભાઈ ભાડજા, સહમંત્રી : શ્રી દિપકભાઈ ગમઢા, શ્રી યોગેશભાઈ ચોટલીયા, કોષાઘ્યક્ષ : શ્રી વિનુભાઈ ટીલાવત, સહકોષાઘ્યક્ષ : શ્રી રાહુલભાઈ જાની, કાર્યાલય મંત્રી : શ્રી દિલીપભાઈ દવે, કાર્યાલય સહમંત્રી : શ્રી રાજુભાઈ ઉમરાણીયા, શ્રી પંકજભાઈ તાવીયા, ઉપાઘ્યક્ષ : વલ્લભભાઈ દુધાત્રા, ચમનભાઈ સિંધવ, ધીરૂભાઈ વીરડીયા, સત્યજીતસિંહ જાડેજા (કાળીપાટ), ધર્મેન્દ્રસિંહ રાણા (પિન્ટુભાઈ ખાટડી), તેજશભાઈ ભટ્ટી, પરેશભાઈ રૂપારેલીયા, રાજુભાઈ જુંજા, ડો. ધિરેનભાઈ વિસાણી, કૌશીકભાઈ સરધારા, રાજુભાઈ ઘેલાણી, એડવોકેટ હિમાંશુભાઈ પારેખ, કલ્પેશભાઈ પટેલ, વિપુલભાઈ પાનેલીયા, સાવનભાઈ કાકડીયા, જીમ્મીભાઈ અડવાણી, પરમરાજસિંહ રાણા, મિતલભાઈ ખેતાણી, જયેશભાઈ કરાટે, દેવાંગભાઈ કુકાવા, પોપટભાઈ ટોળીયા, નિતીનભાઈ કીયાડા, રમેશભાઈ કીયાડા, સંદિપભાઈ છોટાળા, વિજયભાઈ કારીયા, વિનુભાઈ પરમાર, પારસભાઈ બેડીયા, ખીમાભાઈ જોગરાણા, વલ્લભભાઈ બારડ, ગોપાલભાઈ બોરાણા, લલીતભાઈ વડેરીયા, હરપાલસિંહ જાડેજા, રમેશભાઈ પરમાર, દલસુખભાઈ જાગાણી, ધર્મેન્દ્રભાઈ ભગત, ગીરીરાજસિંહ રાઠોડ, તેજશભાઈ હાથી, નયનભાઈ પજવાણી, સંજયભાઈ ચાવડા, કિશનભાઈ બોળીયા, સંજયભાઈ ગોસ્વામી, કેતનભાઈ રબારી, બાલાભાઈ વાછાણી, મનુભાઈ રામાણી, વાલજીભાઈ નંદા, દુર્ગેશભાઈ સાકરીયા, વૈશાલીબેન ડોબરીયા, શીતલબેન ધામેલીયા, ઉર્મીલાબેન પંડયા, ધર્મીષ્ઠાબેન સાકરીયા, જયોતિબેન પંડયા, હિરલબેન જાની, અંજલીબેન પટેલ, રમાબેન હેરભા, ભાર્ગવીબેન ભટ્ટ, નિધી સમિતી ઈન્ચાર્જ : શ્રી વનરાજભાઈ ગેરૈયા, શ્રી આલાપભાઈ બારાઈ, શ્રી મનોજભાઈ ડોડીયા, ધર્મયાત્રા રૂટ વ્યવસ્થા ઈન્ચાર્જ : શ્રી ગૌરાંગભાઈ ડાભી, શ્રી મયુરભાઈ મકવાણા, શ્રી ઘ્વનીજ સરવૈયા, શ્રી હિનેશભાઈ મકવાણા, શ્રી મનીષભાઈ વડેરીયા, શ્રી હર્ષભાઈ મુથરેજા, સાંસ્કૃતિક કાર્યક્રમ ઈન્ચાર્જ : શ્રી પરેશભાઈ પોપટ, ગોપી-કિશન કાર્યક્રમ ઈન્ચાર્જ : શ્રી કેતનભાઈ રબારી, કાન-ગોપી કાર્યક્રમ ઈન્ચાર્જ : ડો. હિરેનભાઈ વિસાણી, શ્રી કૌશીકભાઈ સરધારા, શ્રી રાજીવભાઈ ઘેલાણી, શ્રી વિપુલભાઈ ગજજર, મે ભી યશોદા કાર્યક્રમ ઈન્ચાર્જ : શ્રી રાજુભાઈ જુંજા, રથયાત્રા રૂટ સુરક્ષા ઈન્ચાર્જ : શ્રી ધનરાજભાઈ રાઘાણી - હર્ષભાઈ વ્યાસ , રૂટ સુશોભન ઈન્ચાર્જ : શ્રી રમેશભાઈ લીંબાસીયા, ધર્મસભા વ્યવસ્થા ઈન્ચાર્જ : શ્રી દિપકભાઈ ગમઢા, શ્રી પ્રફુલભાઈ નડીયાપરા, શ્રી હિમાંશુભાઈ પારેખ, રથયાત્રા સમાપન ઈન્ચાર્જ : શ્રી વિમલભાઈ લીંબાસીયા, શ્રી દેવાંગભાઈ કુકાવા, શ્રી પરેશભાઈ લીંબાસીયા, શ્રી રમેશભાઈ પરમાર, તાવા પ્રસાદ ઈન્ચાર્જ : શ્રી કૌશીકભાઈ ગોહેલ, પાર્થભાઈ ટીલાળા, સુત્ર સ્પર્ધા ઈન્ચાર્જ : શ્રી રાહુલભાઈ જાની, સંત સંપર્ક ઈન્ચાર્જ : શ્રી રાજીવભાઈ ઘેલાણી, શ્રી કૌશીકભાઈ સરધારા, રૂટ સુશોભન તથા રીક્ષા ઝંડી બેનર ઈન્ચાર્જ : શ્રી નાનજીભાઈ શાખ, ગૌરાંગભાઈ ડાભી, ઘ્વનીતભાઈ સરવૈયા, યોગેશભાઈ ચોટલીયા, હર્ષભાઈ વ્યાસ, કૌશીકભાઈ ગોહેલ, અરમાન શર્મા, અક્ષય રૈયાણી, ભાવીન માકડીયા, મયુર મકવાણા, ચેતન ટાંક, ઘનશ્યામભાઈ રાજપુત, ભરતભાઈ ધામેચા, કરનભાઈ બોરીચા, ભુરાભાઈ રાજપુત, કલ્પેશભાઈ રામાવત, કરનભાઈ હુંબલ, વિશાલભાઈ પાટીલ, હાદિર્ક ધામેચા, સંસ્થા મંડળ સંપર્ક ઈન્ચાર્જ : શ્રી રૂષભ દુધરેજીયા, પ્રેસ મીડીયા ઈન્ચાર્જ : શ્રી પારસભાઈ શેઠ, ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ઈન્ચાર્જ : શ્રી પરમરાજસિંહ રાણા, સોશ્યલ મીડીયા ઈન્ચાર્જ : શ્રી ભાર્ગવભાઈ ટીલાવત, કાનુની માર્ગદર્શક સમિતિ : એડવોકેટશ્રી લલીતસિંહ શાહી, ગીરીશભાઈ ભટ્ટ, અનિલભાઈ દેસાઈ, તુલસીદાસ ગોંડલીયા, પિયુષભાઈ શાહ, કમલેશભાઈ શાહ, હિતેનભાઈ મહેતા, દિલીપભાઈ જોશી, એન. જે. પટેલ, અશ્વિનભાઈ ગોસાઈ, અર્જુનભાઈ પટેલ, અંશભાઈ ભાર્રેાજ, તુષારભાઈ ગોકાણી, સુરેશભાઈ ફળદુ, મનીષભાઈ ખખ્ખર, રમેશભાઈ કથીરીયા, અજયભાઈ જોષી, નરેન્દ્રભાઈ બુસા, રંજનબા રાણા, દિલેશભાઈ શાહ, જે. એફ. રાણા, પ્રકાશસિંહ ગોહીલ, નરેન્દ્રસિંહ ચાવડા, ડી. ડી. મહેતા, જયેન્દ્રભાઈ ગોંડલીયા, હસમુખભાઈ ગોહેલ, સી. પી. પરમાર, ધવલભાઈ કકકડ, ચેતનભાઈ આસોદરીયા, રક્ષીત કલોલા, કમલેશભાઈ ડોડીયા, હેમલભાઈ કામદાર, ચેતનાબેન કાછડીયા, હેમંતભાઈ ભટ્ટ, ગજેન્દ્રભાઈ જાની, જયેન્દ્રભાઈ ગોંડલીયા, જયેશભાઈ ગમઢા મનસુખભાઈ સાકરીયા, સંજયભાઈ ડાંગર, ચંદ્રસિંહ તલાટીયા, પારસભાઈ શેઠ, હેમાંશુભાઈ પારેખ, કમલેશભાઈ રાવલ, પ્રણવભાઈ પટેલ, એ.કે. જોષી, કે. બી. જાડેજા, હરેશભાઈ પરસોંડા, નમીતાબેન કોઠીયા, નેહાબેન જોશી, હેતલબેન રાજદેવ, બીનાબેન પટેલ, ભાવનાબેન વાઘેલા, મહેશભાઈ સખીયા, ભરતભાઈ રામાણી, વિજયભાઈ ગોહેલ, સી. વી. પરમાર, જયભાઈ બુઘ્ધદેવ, આર. ડી. ઝાલા, અશ્વિનભાઈ મહાલીયા, જીતેશભાઈ રાઠોડ, ફલોટ-લતા સુશોભન નિર્ણાયક કમીટી : અશ્વિનભાઈ ગોસાઈ, દિલેશભાઈ શાહ, મહેશભાઈ સખીયા, હિમાંશુભાઈ પારેખ, રાકેશભાઈ ગોસ્વામી, ચંદ્રસિંહ તલાટીયા, કુલદિપસિંહ જાડેજા, જયેન્દ્રભાઈ ગોંડલીયા, ચંદ્રસિંહ પરમાર, અર્જુનસિંહ ભાટી, હેમલભાઈ કામદાર, કશ્યપભાઈ શુકલ, પારસભાઈ શેઠ, રવિભાઈ મોલીયા, હેમાંગભાઈ ભટ્ટ, મનહરભાઈ સરવૈયા, કિશોરભાઈ માંડલીક, રાજભાઈ ભાવસાર, વિશાલભાઈ સોલંકી, ચિરાગભાઈ કુકરેજા, મહેન્દ્રભાઈ ભાલુ, દિપકભાઈ સીપરીયા, શૈલેષભાઈ સુચક, હર્ષિલભાઈ શાહ, પરાગભાઈ લોલારીયા, અમિતભાઈ લાખાણી, પુર્વેશભાઈ વડગામા, રવિરાજભાઈ વાળા, રવિભાઈ સુરાણી, ચિરાગભાઈ સંઘવી, હેમાંશુભાઈ મહેતા, જીતેશ રાઠોડ
રાજકોટ ગુડસ ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા વિનામૂલ્યે ફલોટ માટે વાહનો પુરા પાડવામાં આવેલ છે. આ વાહનના વાહન ચાલકો પણ કોઈજાતનો ચાર્જ લીધા વગર નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહયાં છે. માટે દરેક ચાલકોને મહોત્સવ સમિતિ દ્વારા એક પ્રોત્સાહિત પુરસ્કાર રૂપે ગીફટ આપવામાં આવશે.
આ તમામ કૃતિની સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધક મંડળ, સંસ્થા, ગૃપ દ્વારા તા. રપ ઓષ્ગટ ના રોજ આ તમામ કૃતિઓ ખુલ્લી મુકવામાં આવશે. તા. રપ ના રોજ ના જન્માષ્ટમી મહોત્સવ સમિતિની નિર્ણાયક કમીટીની ટીમ આ કૃતિઓની મુલાકાત લેશે. આ ટીમ દ્વારા મુલ્યાંકન થયા બાદ કૃતિઓને પ્રથમ, ર્ેિતીય, તૃતિય ક્રમાંક આપી બહુમાન અને ઈનામથી નવાજવામાં આવશે.
આગામી તા. ર૪ ના રોજ રાત્રે ૯-૦૦ કલાકે વીવાયઓ હવેલી પાસે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે, મવડી ખાતે રાજકોટમાં જેની પ્રસ્તુતી થવા જઈ રહી છે તેવા રપ થી વધુ કલાકારો અને સાંજીદાઓન કાફલા સાથે કાન-ગોપી રાસ મંડળ દ્વારા કાર્યક્રમ યોજાશે. અચુક માણવા જેવો આ કાર્યક્રમ જન્માષ્ટમી નિમિતે થવા જઈ રહયો છે ત્યારે આ નવીનતમ કાર્યક્રમને માણવા માટે પ્રજાજનોમાં ખૂબ ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. ઉપસ્થિત લોકો આ કાર્યક્રમ સારી રીતે માણી શકે તે માટે અઘ્યતન સાઉન્ડ સીસ્ટમ, લાઈટીંગ ઈફેકટ સાથેનો આ જાજરમાન કાર્યક્રમ ચુકવા જેવો નથી તેમ જણાવતા સમિતિ દ્વારા પ્રજાજનોને આ કાર્યક્રમ માણવા સમયસર ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ તકે જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ધર્મપ્રેમી જનતાને રથયાત્રામાં જોડાવવા અને મોટી સંખ્યામાં આ યાત્રાના દર્શનાર્થે પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. સાથે સાથે સમિતિ દ્વારા ચાલુ શોભાયાત્રા વખતે કોઈપણ જાતના હથીયારો લાવવા, તેનુ પ્રદર્શન કરવા, અંગ કસરતના દાવ કરવા, બેફીકરાઈથી વાહન ચલાવવા, પ્રસાદી અને પાણીના પાઉંચ ફેકવા કે કોઈપણ જાતની ગેરપ્રવૃતિથી દુર રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે.
રાજકોટના પોલીસ કમિશ્નરશ્રીના સહયોગથી પોલીસ ડિપાર્ટમેન્ટ તથા ટ્રાફિક પોલીસ દ્વારા સમગ્ર રથયાત્રા દરમ્યાન સુરક્ષા અને વાહન વ્યવહાર સુચારૂ રૂપે થઈ શકે તે માટે સુંદર આયોજન કરવામાં આવ્યુ છે. આ રથયાત્રાને સફળ બનાવવા દરેક સહાયોગ કરે તેવી અપેક્ષા મહોત્સવ સમિતિના હોદેદારોએ તમામ પાસે રાખી છે. તેવું વિ.હિ.પ. ના જન્માષ્ટમી શોભાયાત્રા ર૦ર૪ ના ધર્માઘ્યક્ષ પ. પૂ. સ્વામીશ્રી બાલકૃષ્ણદાસજી (એસજીવીપી ગુરૂકુળ), જન્માષ્ટમી મહોત્સવ સમિતિના માર્ગદર્શકો સર્વશ્રી નરેન્દ્રભાઈ દવે, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, મહોત્સવ સમિતિના અઘ્યક્ષ રાજદિપસિં જાડેજા (રાજાભાઈ વાવડી), કાર્યકારી અઘ્યક્ષ તિર્થરાજસિંહ ગોહીલ (ત્રાપજ), શોભાયાત્રાના અઘ્યક્ષ વિજયભાઈ વાંક, શોભાયાત્રાના સંયોજક બંકીમભાઈ મહેતા, સહસંયોજકો મનીષભાઈ બેચરા, મુખ્ય રથના સંયોજક ધીરૂભાઈ વીરડીયા, મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ નિતેશભાઈ કથીરીયા, સહ-ઈન્ચાર્જ કૃણાલભાઈ વ્યાસ, કોષાઘ્યક્ષ વિનુભાઈ ટીલાવત, સહ-કોષાઘ્યક્ષ રાહુલભાઈ જાની, મંત્રીઓ સુશીલભાઈ પાંભર, હષીતભાઈ ભાડજા, સહમંત્રીઓ દિપકભાઈ ગમઢા, યોગેશભાઈ ચોટલીયા, નીધિ સમિતિના ઈન્ચાર્જો વનરાજભાઈ ગેરૈયા, મનોજભાઈ ડોડીયા, આલાપભાઈ બારાઈ, વિ.હિ.પ. કાર્યાલયના નાનજીભાઈ સાખ, હર્ષભાઈ વ્યાસ તથા પ્રેસ મીડીયા ઈન્ચાર્જ પારસભાઈ શેઠે જણાવ્યું છે.
આજરોજ જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આયોજીત પ્રેસ કોન્ફોરન્સમાં હાજર રહી મહાનુભાવો દ્વારા વિશેષ માહિતી આપતા જણાવેલ જેમાં, જન્માષ્ટમી મહોત્સવ સમિતિના અઘ્યક્ષ રાજદિપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી) એ રાજકોટની સમગ્ર જનતાને ખાસ કરીને બાળકો, યુવાનો, મહિલાઓને આ ધર્મસભા તથા રથયાત્રામાં જોડાવવા આહવાન કર્યુ છે.
રવિવારે મવડી ચોકડી
ખાતે લોકડાયરો
સમિતિના રથયાત્રાના અઘ્યક્ષ વિજયભાઈ વાંકએ જણાવ્યું હતું કે, રવિવારે દેશ-વિદેશમાં પ્રસિઘ્ધ કલાકાર રાજભા ગઢવી, પુનમબેન ગોંડલીયા, જયદિપ ખુમાણ, પ્રવિણ આહિરના સથવારે ભવ્ય લોક ડાયરો જાહેર જનતા માટે મવડી ચોકડી ખાતે યોજાનાર છે જેનો લાભ અવશ્ય લેવા જાહેર આમંત્રણ છે.
યાત્રા સંયોજક બંકીમભાઈ મહેતાઓએ જણાવ્યું હતું કે આ વખતે અનેકવિધ ફલોટસ ઉપરાંત ખાસ મહેસાણાથી બોલાવેલ ડી.જે. કે જે ખાસ બનાવેલા ડબલ ડેકર વાહનમાં લાઈવ બેન્ડ ની ધમાલ મચાવશે.
મુખ્ય રથના સંયોજક ધીરૂભાઈ વીરડીયાએ જણાવ્યું હતું કે રથયાત્રાનું મુખ્ય આકર્ષણ અને શહેરભરમાં ઠેરઠેર જેના વધામણા કરે છે તેવા મુખ્ય રથમાં આ વર્ષની નકકી થયેલી થીમનું આબેહુબ મૂર્તિ બિરાજમાન થવાની છે જેના દર્શનનો લાભ લેવા સમસ્ત હિન્દુ સમાજને આહવાન કરવામાં આવે છે.
સ્પીડવેલ પાર્ટી પ્લોટ
પાસે કાનગોપી રાસ
સમિતિના ડો. હિરેનભાઈ વિસાણી એ જણાવ્યું હતું કે, આગામી શનિવારના રોજ વીવાયઓ હવેલી ચોકની બાજુમાં, સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે, નાનામવા રોડ ખાતે આયોજીત માણવા જેવા કાન-ગોપી રાસમંડળી કે જે ટીકર ગામના પ્રખ્યાત જગાભાઈના ગ્રુપ દ્વારા સંચાલીત છે તે માણવા શનિવારે રાત્રે ૯-૦૦ કલાકે ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
વિ.હિ.પ. રાજકોટ મહાનગર અઘ્યક્ષ તથા માર્ગદર્શક મંડળના શાંતુભાઈ રૂપારેલીયાએ જણાવ્યું હતું કે, આ રથયાત્રા ૩૯ માં વર્ષની યાત્રા ઉપરાંત આ વર્ષ વિ.હિ.પ. ના સ્થાપનાને ૬૦મુ વર્ષ સંપન્ન થઈ રહયું છે ત્યારે કાર્યકરોનો ઉત્સાહ બેવળાઈ ગયો છે.
માર્ગદર્શક મંડળના માવજીભાઈ ડોડીયાએ જણાવેલ હતું કે રાજકોટના દાનવીર ધર્મપ્રેમી ટ્રાન્સ્પોર્ટરો દ્વારા નિઃશુલ્ક વાહન ફાળવણી થકી દર વર્ષે ફલોટની સંખ્યા વધતી જતી શોભાયાત્રા વધુને વધુ આકર્ષીત બની રહી છે.
સમિતિના ઈન્ચાર્જ નિતેશભાઈ કથીરીયાએ જણાવ્યા હતું કે, આ રથયાત્રાને ભવ્ય બનાવવામાં રાજકોટના ટ્રાન્સ્પોર્ટરો, વિવિધ ગ્રુપ, મંડળો, દાનવીર તથા ઉદારદીલા દાતાઓ, વિવિધ સરકારી વિભાગો, પોલીસ ડિપાર્ટમેન્ટ, સહકારી સંસ્થાઓ, વિગેરેનો ખૂબ સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે.
પ્રેસ મીડીયા ઈન્ચાર્જ પારસભાઈ શેઠ એ જણાવ્યું હતું કે, વિ.હિ.પ. ની તમામ કાર્યક્રમોની વિગતો જાહેર જનતા સુધી પહોંચાડવામાં રાજકોટના પ્રીન્ટ મીડીયા, ઈલેકટ્રોનીક મીડીયા, સોશયલ મીડીયા તમામનો ખૂબ સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે તેમના થકી જ સમિતિ દ્વારા આયોજીત તમામ કાર્યક્રમો અને વિવિધ કામગીરીને સફળતા પ્રાપ્ત થઈ રહી છે.
આજની પ્રેસ કોન્ફરન્સમાં રાજદિપસિંહ જાડેજા, તિર્થરાજસિંહ ગોહીલ, વિજયભાઈ વાંક, ધીરૂભાઈ વીરડીયા, બંકીમભાઈ મહેતા, શાંતુભાઈ રૂપારેલીયા, માવજીભાઈ ડોડીયા, નિતેશભાઈ કથીરીયા, કૌશીકભાઈ સરધારા, ડો. હિરેનભાઈ વિસાણી, પારસભાઈ શેઠ વિગેરે હાજર રહયા હતાં.
(3:30 PM IST)










