<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

આજે નાગપંચમી : ઠેરઠેર નાગદાદાના મંદિરોમાં વિશેષ પૂજન

રાજકોટ : હાલ શ્રાવણ માસમાં શિવભક્‍તિ ચાલી રહી છે. ત્‍યારે ભગવાન શિવશંભુના ઘરેણા સમાન નાગદાદાની ભક્‍તિ કરવાનો આજે વિશેષ દિવસ છે. શ્રાવણ વદ પાંચમને નાગપંચમી તરીકે મનાવવામાં આવે છે. આજે નાગ દેવતાના મંદિરોમાં સવારથી જ પૂજન અર્ચનના કાર્યક્રમો ચાલી રહ્યા છે. સરમળીયા દાદા, વાસંગી દાદા, ખેતલા આપા એમ વિવિધ નામોથી પૂજાતા નાગદાદાને દુધનો પ્રસાદ ધરાવવામાં આવે છે. રાજકોટમાં રાજકુમાર કોલેજ પાસે આવેલ નાગદેવતાના મંદિરે તેમજ રૈયા રોડ ઉપર અને ગાંધીગ્રામ શાહનગરમાં આવેલ નાગદેવતાના મંદિરમાં આજે વહેલી સવારથી જ પૂજન અર્ચનના કાર્યક્રમો ચાલી રહ્યા છે. આર.કે.સી. મેદાન પાસેના મંદિરે થઇ રહેલ પૂજન અર્ચન તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) (૧૬.૨)

(3:19 PM IST)