<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

રાજકોટ ચીફ ફાયર ઓફીસર તરીકે અમદાવાદના મિથુન મિષાીને હવાલો

રાજય સરકાર દ્વારા વધારાનો ચાર્જ સોંપાયોઃ આવતા સપ્તાહે ચાર્જ સંભાળશેઃ પેન્‍ડીંગ ફાયર એનઓસી કામગીરીને પ્રાથમિકતા અપાશેઃ દેવાંગ દેસાઇ

રાજકોટ તા. ર૩ :.. મહાનગરપાલિકામાં ફરી વખત ફાયર ઓફીસર વગરનું થઇ ગયું છે. અગ્નિકાંડ બાદ એક ચીફ ફાયર ઓફીસર છે ત્‍યારે તેની જગ્‍યાએ મુકવામાં આવેલ ઇન્‍ચાર્જ ફાયર ઓફીસર લાંચ કેસમાં સપડાઇ જતાં હાલમાં આ જગ્‍યા ખાલી હોવાથી અનેક સમસ્‍યાઓનો સામનો લોકો કરી રહ્યા હતા ત્‍યારે જ રાજય સરકાર દ્વારા અમદાવાદના એડીશનલ ફાયર ઓફીસર મિથુન મિષાીની રાજકોટ ચીફ ફાયર ઓફીસનો વધારાનો ચાર્જ સોંપાયો છે.

મ્‍યુનિસીપલ કમિશનર દેવાંગ દેસાઇએ જણાવેલ કે ફાયર વિભાગમાં હાલ સીએફઓ ન હોવાથી નવી ઓફીસરને ફાયર એનઓસી કામગીરીની પ્રાથમિકતા રહેશે. શહેરભરમાંથી આવેલ નવી ફાયર એનઓસીની અરજીનો નિકાલ કરવો મુશ્‍કેલ બન્‍યો છે.

મનપા તંત્ર દ્વારા રાજય સરકાર પાસે સીએફઓની માંગણી કરવામાં આવેલ જેમાં ગઇકાલે સરકારે અમદાવાદમાં ફાયર વિભાગમાં એડીશનલ ફાયર ઓફીસરની ફરજ બજાવતા મિથુન મિષાીની રાજકોટ મનપાના ફાયર વિભાગના સીએફઓ તરીકેનો ચાર્જ સોંપવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

પરંતુ આવતી કાલથી ત્રણ દિવસ જાહેર રજા હોવાના કારણે સંભવત મંગળવારથી મિથુન મિષાી ચાર્જ સંભાળે તેવી શકયતા જોવાઇ રહી છે.

(3:35 PM IST)