News of Friday, 23rd August 2024
જલારામ નમકીનમાંથી અધધ ૧૪૦ કિલો પેટીશનો નાશઃ તુલસીબાગ વિસ્તારમાંથી અખાદ્ય જથ્થો ઝડપાયો
શહેરમાં પવિત્ર શ્રાવણ માસમાં ઉપવાસ કરનારાઓ ચેતજો : ખાણી-પીણીના ૧૧ વેપારીઓને લાઇસન્સ અંગે સુચનાઃ ધરોહર લોકમેળામાં ફુડ ઓપરેટરોને હંગામી ફુડ લાઇસન્સ અપાશેઃ ફરાળી વસ્તુના ૧૩ નમુના લેવાયા

રાજકોટ તા.૨૩: શહેરમાં જનમાષ્ટમીનો માહોલ છવાયો છે. કાલથી ધરોહર લોકમેળાનું ઉદઘાટન થશે અને ત્યારબાદ શહેર તથા આસપાસથી લોકો મેળો કરવા રાજકોટમાં ઉમટશે. ત્યારે ફુડ શાખા તથા ખોરાક અને ઓૈષદ્ય નિયમન તંત્ર દ્વારા લોકમેળાના ફુડ ઓપરેટરોને ટેમ્પરરી ફુડ લાઇસન્સ આપવાની તથા બીન આરોગ્યપદ ખોરાકના વેચાણ અટકાવાની કાર્યવાહી કરશે.
ઉપરાંત આજે શ્રાવણ માસ તથા જન્માષ્ટમીના તહેવારોને અનુલક્ષીને શહેરના વિવિધ વિસ્તારલમાં ૭૨ દુકાનો-ઉત્પાદકોને ત્યાં ચકાસણી કરી ૧૪૦ કિલો પેટીશના અખાદ્ય જથ્થાનો નાશ કરી ૯ ફરાળી વસ્તુઓના નમુના લેવામાં આવ્યા હતા. જયારે ૧૧ને લાઇસન્સ અંગે સુચના આપવામાં આવી હતી.
મનપાની સતાવાર યાદી મુજબ કાલે તા.૨૪ થી તા.૨૮ ઓગસ્ટ સુધી યોજવામાં આવેલ ‘‘ધરોહર'' લોકમેળો -૨૦૨૪ અંતર્ગત રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, રાજકોટ વર્તુળ દ્વારા સંયુક્ત રીતે લોકમેળામાં ભાગ લેતા ફૂડ બિઝનેશ ઓપરેટરોને ટેમ્પરરી ફુડ લાયસન્સ /રજીસ્ટ્રેશન આપવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ લોકમેળા તથા પ્રાઈવેટ મેળામાં ફૂડ બિઝનેશ ઓપરેટરો દ્વારા બીનઆરોગ્યપ્રદ ખાદ્ય૫દાર્થોનુ વેચાણ ન થાય તેમજ વેચાણ સ્થળે હાઇજીનીક કન્ડિશનની જાળવણી થાય તે અંગે સઘન ચેકિંગ કરવામાં આવશે. તથા જરૂર જણાયે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ અન્વયે ઘોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વિશેષમાં ફૂડ સેફ્ટી વ્હીલ્સ વાન દ્વારા સ્થળ પર ટેસ્ટિંગ/અવેરનેશ/ટ્રેનીંગ અંગેની કામગીરી કરવામાં આવશે.
શ્રાવણ માસ તથા વ્રતના તહેવારોને અનુલક્ષીને જન સામાન્ય દ્વારા ફરાળી ચીજવસ્તુઓનો વ્યાપક પ્રમાણમા ઉપયોગ થતો હોય, રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફરાળી ચીજોને અનુલક્ષીને સમગ્ર માસ દરમિયાન રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરાળી લોટ, ફરાળી પેટીશ, ફરાળી વાનગીઓ વગેરેના ઉત્પાદક/ વિક્રેતાઓ ફરસાણની દુકાનો મળી કુલ -૭૨ પેઢીઓમાં સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. જે પૈકી તુલસી બાગ સામે, ગુણાતીત મેઇન રોડ, મુકામે આવેલ ૅજલારામ નમકીન પેઢીમાંથી બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં રાખેલ ૧૪૦ કિ.ગ્રા. પેટીશનો જથ્થો સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને નોટિસ આપવામાં આવેલ વિશેષમાં ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ- ૨૦૦૬ હેઠળ ફરાળી ચીજોના કુલ -૧૩ નમૂના લેવામાં આવેલ.
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના માંડા ડુંગર આજી ડેમ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૧ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ ૧૮ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.ખોડિયાર કોલ્ડડ્રિંક્સ, મિલન ખમણ, દ્વારકેશ ડેરી ફાર્મ, શક્તિ કળપા ફરસાણ, ગુન ગુન પાણીપુરી, શિવ ઘૂઘરા,દાસારામ ફરસાણ, બાલાજી દાળ-પકવાન, શ્યામ જનરલ સ્ટોર, માલધારી ડેરી ફાર્મ તથા શુભમ ડેરી ફાર્મને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
જયારે ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ ૦૯ નમૂના લેવામાં આવેલ જેમાં ફરાળી પેટીસ (લુઝ): રાજશક્તિ ફરસાણ & સ્વીટ માર્ટ, એસ.કે. ચોક મેઇન રોડ, જલારામ ફરસાણ સ્ટ્રીટ, ગાંધીગ્રામ, ફરાળી પેટીસ (લુઝ): રસીકભાઈ ચેવડાવાળા, ૧૭, પંચનાથ પ્લોટ, લીમડા ચોક, રાજકોટ, ફરાળી પેટીસ (લુઝ): જોકર ગાઠિયા, પંચનાથ કોમ્પ્લેક્ષ, જી.એફ. શોપ નં. ૫, રસિકભાઈ ચેવડાવાળાની સામે, લીમડા ચોક, ફરાળી પેટીસ (લુઝ): મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા, પંચનાથ કોમ્પ્લેક્ષ, જી.એફ. શોપ નં. ૧-૩, લીમડા ચોક, નેજાધારી ફરાળીી આટા (પ૦૦ ગ્રા.પેક) નેજાધારી ફૂડ્ઝ (ઉત્પાદક પેઢી), અટિકા, પરમેશ્વર સોસાયટી શેરી નં.૫, ઢેબર રોડ, સાઉથ, નેજાધારી રાજગીરા ફલોર (પ૦૦ ગ્રા. પેક) નેજાધારી ફૂડ્ઝ (ઉત્પાદક પેઢી), અટિકા, પરમેશ્વર સોસાયટી શેરી નં.૫, ઢેબર રોડ, સાઉથ, પોટેટો સ્ટાર્ચ (લુઝ): નેજાધારી ફૂડ્ઝ (ઉત્પાદક પેઢી), અટિકા, પરમેશ્વર સોસાયટી શેરી નં.૫, ઢેબર રોડ, સાઉથ, હાથી રાજગરા ફલોર (પ૦૦ ગ્રા.પેક) સુધીર એન્ડ કં., પરબજાર, ગોળપીઠ ચોક, તથા ફરાળી ફલોર (૫૦૦ ગ્રા.પેક) સુધીર એન્ડ કં., પરબજાર, ગોળપીઠ ચોક ખાતેથી નમુના લઇ લેબોરેટરીમાં પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે
(3:41 PM IST)










