<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

સાધુવાસવાણી રોડ પર કૃષ્‍ણ ભક્‍તિનો રંગ છવાયો : મુરલીધર ગ્રુપ દ્વારા અનેરૂ સુશોભન

કાલથી દર્શનીય શોભા ખુલ્લી મુકાશે : કૃષ્‍ણ જન્‍મોત્‍સવ ઉજવાશે

રાજકોટ તા. ૨૩ : સાધુવાસવાણી રોડ પરના મુરલીધર ચોકને કૃષ્‍ણભક્‍તિના રંગે રંગવા જય શ્રી મુરલીધર યુવા ગ્રુપ દ્વારા તડામાર તૈયારીઓ કરાઇ છે. આયોજક કમીટીના પ્રવિણભાઇ સેગલીયાના માર્ગદર્શન હેઠળ આ ચોકને સુશોભિત કરી તા. ૨૪ થી મહોત્‍સવને ખુલ્લો મુકાશે.

કૃષ્‍ણ જન્‍મ મહોત્‍સ મંગળા દર્શન, દ્વારકાધીશ દર્શનની થીમથી સાક્ષાત અનુભૂતિ, જન્‍મ સમયે વાસુદેવ બાળકૃષ્‍ણને જમનાજી પાર કરાવતા હોય અને શેષનાગની સુરક્ષાના દ્રશ્‍યોની થીમ ઉભી કરાશે. ભારત માતા દર્શન તેમજ શ્રાવણ માસ નિમિતે મહાદેવના દર્શનની શોભા પણ ગોઠવવામાં આવી રહી છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા મુખ્‍ય આયોજક અને શહેર ભાજપ વોર્ડ નં. ૯ ના મહામંત્રી પ્રવિણભાઇ સેગલીયા (મો.૯૩૭૫૪ ૮૮૮૮૮) ની આગેવાની હેઠળ ભરતભાઇ ડવ (દેવકીનંદન) તેમજ સમગ્ર જય શ્રી મુરલીધર યુવા ગ્રુપના કાર્યકરોની ટીમ જહેમત ઉઠાવી રહી છે. કૃષ્‍ણ ભકતોએ દર્શનનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવાયુ છે.

(3:47 PM IST)