<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

પુરવઠાનું ભાવ બાંધણુ : તહેવારો ઉપર રાજકોટમાં ફાફડા ગાંઠીયા ૪૮૫ના કિલો લેખે વેચાશે : અન્‍ય ફરસાણનો ભાવ રૂા. ૪૩૦

કપાસીયામાં બનેલા ફાફડાનો ભાવ ૪૩૦ નક્કી કરાયો : અન્‍ય ફરસાણ (કપાસીયા) ૩૪૦ લેખે વેચવું પડશે

રાજકોટ તા. ૨૩ : મધ્‍યમ/ગરીબ વર્ગના લોકો જન્‍માષ્ટમીનો તહેવાર માણી શકે તે હેતુથી જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શનમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રાજેશ્રી વંગવાણીના અધ્‍યક્ષ સ્‍થાને ફરસાણના વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં તહેવારોને અનુલક્ષીને  ફરસાણ તથા લાઈવ ગાંઠીયાનું વાજબી ભાવે જાહેર જનતાને વિતરણ માટેનું આયોજન કરવા વેપારીશ્રીઓને અનુરોધ કરાયો હતો. 

જેમાં વેપારીઓએ પ્રવર્તમાન બજારભાવ કરતા ૧૦% જેટલા નીચા ભાવે વેચાણ કરવા સર્વસમંતિ આપી હતી. જાહેર જનતાના હિતાર્થે મધ્‍યમવર્ગને પોસાય તેમજ હર્ષ-ઉલ્લાસથી તહેવાર માણી શકે તે હેતુથી ફરસાણ અને મીઠાઈમાં ભાવ-બાંધણું કરવામાં આવ્‍યું છે. આ ઉપરાંત જાહેર જનતાના આરોગ્‍યને અનુલક્ષીને ફૂડસેફટી ઓફિસર દ્વારા વેપારીઓને સ્‍વચ્‍છતા જાળવવા, દાઝીયા તેલનો ઉપયોગ નિયમોની મર્યાદામાં કરવા, તેમજ ફરસાણમાં સોડીયમ કાર્બોનેટ (ધોવાનો સોડા) તેમજ હાનીકારક રંગીન દ્રવ્‍યો ન વાપરવા તેમજ સારી ગુણવતાયુક્‍ત ફરસાણ, મીઠાઈ મળી રહે તેની તકેદારી રાખવા વેપારીઓને સંમત કરાયા હતા. જે મુજબ લાઈવ ગાંઠીયા તથા ફરસાણ અને મીઠાઈમાં રાહતદર ભાવ નક્કી કરવામાં આવ્‍યો છે. જેમાં સીંગતેલમાં લાઈવ ગાંઠીયા રૂ. ૪૮૫, ફરસાણ રૂ. ૪૩૦, કપાસીયા તેલ રૂ.૪૩૦, ફરસાણ રૂ .૩૪૦, પામોલીન તેલ લાઈવ ગાંઠીયા રૂ. ૪૧૦, ફરસાણ રૂ. ૨૮૫ ઉપરાંત  બુંદી લાડુ,લાસા લાડુ તથા  મીઠી બુંદીનો ભાવ રૂ.૧૮૦ તથા મોહનથાળ, મૈસુબ રૂ.૨૫૦ નક્કી કરાયો છે, તેમ પુરવઠા શાખાની યાદીમાં ઉમેરાયું છે.

(3:50 PM IST)