<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

ધરોહર લોકમેળામાં રપ જવાનોની NDRF ટીમ ફરજ બજાવશે

કલેકટરે સરકારમાં કરેલી દરખાસ્‍તને મંજૂરીઃ દ્વારકાથી આખી ટીમ કલેકટર કચેરીએ આવી પહોંચી... : SDRF ની ટીમ ધોરાજીથી બોલાવાઇઃ સ્‍ટેન્‍ડ બાય રખાશેઃ કાલથી દબદબાભેર મેળોઃ સાંજે ૪ાા વાગ્‍યે ધમાકેદાર ઉદ્દઘાટન

કલેકટર કચેરીએ લોકમેળા માટે દ્વારકાથી NDRF ની ટીમ આજે બપોરે આવી પહોંચી હતી તે નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ર૩: રાજકોટ જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષી લોકમેળામાં સુરક્ષા કોઇપણ ડીઝાસ્‍ટર તથા ક્રાઉડને કાબૂમાં કરવા અંગે કોઇ કચાશ રાખવા માંગતા નથી, અને તેના પરીણામે મેળામાં NDRF-SDRF ની એક એક ટીમ ફાળવવા કલેકટરે સરકારમાં દરખાસ્‍ત કરી હતી, આ દરખાસ્‍તને સરકારે મંજૂરી આપી દીધી છે, અને કાલથી NDRF ની રપ જવાનોની એક ટીમ લોકમેળામાં રાઉન્‍ડ ધ કલોક ફરજ બજાવશે. આ જવાનો આજે બપોરે દ્વારકાથી કલેકટર કચેરીએ આવી પહોંચ્‍યા હતા, તેમના ઓફીસરે કલેકટરને મળી વિગતો આપી હતી, કલેકટર હવે ડયુટી સોંપશે.

અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું કે આ ઉપરાંત SDRF ની એક ટીમ ધોરાજીથી બોલાવી છે, તે રાજકોટમાં સ્‍ટેન્‍ડ બાય રહેશે.

લોકમેળા અંગે તૈયારીઓને અંતિમ ઓપ અપાઇ રહ્યો છે, કાલથી મેળાનો દબદબાભેર પ્રારંભ થશે, સાંજે ૪ાા વાગ્‍યે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઇના હસ્‍તે મેળાનું ઉદ્દઘાટન થશે. બે કલાકના સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાશે, પાંચ દિવસમાં ૧૦ થી ૧ર લાખ લોકો મેળો માણશે રાઇડનો મામલો હાઇકોર્ટમાં ગયો છે, આજે હાઇકોર્ટ શું ચુકાદો આપે છે, તેના ઉપર મીટ મંડાઇ છે.

(3:52 PM IST)