<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

રૈયા રોડ રેલ્‍વે ફાટક પર વિશાળ હિંડોળો ઝુલશે

જય દ્વારકાધીશ ગ્રૂપ દ્વારા દમદાર આયોજનઃ કાનુડાની જેલ, બકાસુર વધ, મામા કંસનો વધ સહિતના દ્રશ્‍યો જીવંત બનાવતા ફલોટનું નિર્માણઃ કાલથી દર્શન ખૂલ્‍લા મૂકાશેઃ આઠમની રાત્રે મટકી ફોડ કાર્યક્રમ

રાજકોટ તા. ૨૩: કાનુડાના જન્‍મદિવસ  નિમિતે રૈયા રોડ રેલ્‍વે ફાટક પાસે જય દ્વારકાધીશ ગ્રૂપ (કીરીટભાઇ મીર- ૯૯૮૫  ૫૦૦૮૦૫ ના નેજા હેઠળ ધ્‍વજા રોહણ ના કાર્યક્રમ રીક્ષાઓમાંઝંડી લગાડવાના કાર્યક્રમ સોસાયટી વિસ્‍તારો મુખ્‍ય માર્ગો પર ઝંડી,સ્‍ટીકર લગાડવાના કાર્યક્રમ હાથ ધરાયા છે.

રૈયા રોડ કૃષ્‍ણમય બની જાય એ માટે ગોકુલ મથુરા નું શાનદાર આયોજન સાથ તાડમાર તૈયારી ચાલી રહી છે. રેલ્‍વે ફાટક પાસે કૃષ્‍ણ ભગવાનની મોટી મૂર્તિ તેમજ પુલ ઉપર હીંચકો પણ મૂકવાનું આયોજન છે. કાલે છઠ્ઠના દિવસે સાંજે ૫ વાગ્‍યે અગ્રણીઓ ના હસ્‍તે ખુલ્લુ મુકવામાં આવશે.

આ વર્ષે અનેરા આર્કષણ ના ભાગરૂપે પુલ ઉપર હીંચકો,કાનુડાનો જન્‍મ જેલમા, તાળા તૂટતા હોય તેવું દ્રશ્‍ય બકાસૂરનો વધ, હાથીનો વધ, મામા કંસનો વધ, ૪-૫ ગોવાળીયા,બલરામ સુદામા,રાધા વગેરે ના તાદ્‌શય મૂર્તિઓ, શિવલીંગ મૂર્તી દ્રશ્‍ય,રાધા-કૃષ્‍ણ ની ઝુંપડી, ગોકુલ મથુરા નું સુશોભન તેમજ જન્‍માષ્‍ટમી ની રાત્રે મટકી ફોડ નો કાર્યક્રમ કરવામાં આવશે.

ભગવાન કૃષ્‍ણ તાં અલગ અલગ સ્‍વરૂપોને જીવંત સ્‍વરૂપ આપવા ના ભાગરૂપે કૃષ્‍ણ ભગવાનના અલગ અલગ સ્‍વરૂપોને રાખી એક અલગ જ પ્રકારના લતા સુશોભન કાર્યક્રમ નું કરવાનું આયોજન છે.

કાર્યક્રમને હજારો ભાવીકો તથા દર્શનાર્થીઓ દ્વારા દર વર્ષે વધાવવામાં આવે છે. આ દરેક કાર્યક્રમના આયોજન માટે કીરીટભાઇ મીર જય દ્વારકાધીશ ગ્રૂપ તથા તેના ગ્રૂપના સર્વે સભ્‍યો ની મહેનત જ લાજવાબદાર બની રહે છે.

(3:52 PM IST)