News of Friday, 23rd August 2024
રાજકોટમાં ગેરકાયદેસર બાંધકામ થયેલ બે બિલ્ડિંગ સીલ કરતુ મનપા તંત્ર: પ્રથમ ઘટના
એકજાન નગર વિસ્તારમાં માર્જિનમાં વયોલેશન કરી તેમજ શારદા સાનિધ્ય-૨, અયોધ્યા ચોક પાસે ભોગવટા પરવાનગી મેળવ્યા બાદ વધારાનું ગેરકાયદેસર બાંધકામ થતા ટાઉન પ્લાનીંગ શાખાની કાર્યવાહી

રાજકોટ : મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ શહેરના વોર્ડ નં.૨માં ગંગાદાસ જોગરાણા (એકજાન નગર, મુક્દ્લ મકાનની બાજુમાં, ડૉ. સૈયદ બુરહાની માર્ગ) એકજાન નગર વિસ્તારમાં માર્જિનમાં વયોલેશન કરી, ગેરકાયદેસર બાંધકામ કરેલ હોઈ, તેમજ વોર્ડ નં.૩માં શારદા સાનિધ્ય-૨ (અયોધ્યા ચોક પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડ) અયોધ્યા ચોક પાસે ભોગવટા પરવાનગી મેળવ્યા બાદ વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ હોઈ, જેને આજ બંને બિલ્ડિંગ સીલ કરવામાં આવેલ છે. તેમ મનપાની સતાવાર યાદીમાં જણાવાયુ છે.
(5:38 PM IST)










