News of Friday, 23rd August 2024
નાગ પંચમીના દિવસે ટંકારા ભાગેળે અજગરે દેખા દેતા ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી જંગલી અજગર પકડી પાડયો
અધિકારીએ કહ્યું-જંગલ વિસ્તારમાં જોવા મળતો જીવ ટાયરની ગાડીમાં આવી ગયો હોય હવે આને પરત જંગલમા છોડી મુકશુ

રાજકોટ મોરબી રોડ પર એચ પી પેટ્રોલ પંપ સામે ગેલેક્સી હોટલ પાસે ભંગાર ટાયરના ગોડાઉન મા આજે સાંજે જંગલી અજગરે દેખા દેતા ફોરેસ્ટ વિભાગ ટંકારાને જાણ કરતા આર. એફ. ઑ શ્રી કે.એમ. જાની
તથા ફોરેસ્ટર એમ. જી. સંઘાણી તોફિક તૈલી સહિતના ધટના સ્થળે પહોંચી જબરા અજગર ને ઝડપી રેશકયુ કર્યુ હતું
અધિકારીએ જણાવ્યું હતું કે આ જંગલ વિસ્તારમાં જોવા મળતો જીવ ટાયરની ગાડીમાં આવી ગયો હોય હવે આને પરત જંગલમા છોડી મુકશુ
આજે નાગ પંચમી ના દિવસે ટંકારા મા અજગર નિકળ્યા ની વાત વાયુવેગે પ્રસરી જતાં રીતસર અત્યારે આ મુદો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે.
(6:33 PM IST)










