<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

લોકોની સલામતી સાથે કોઈ બાંધછોડ નહીં થાય :કોઈ રાઇડને મંજૂરી નહીં અપાઈ : કલેકટરની સ્પષ્ટ વાત

અન્ય જે કોઈ સ્ટોલ ધારકને તકલીફ હોય તે લોકો આવી શકે છે ઉકેલ કાઢશું :હાઇકોર્ટે પણ કહ્યું છે તો નિયમોનું પાલન કરશું

રાજકોટ : રાજકોટ જાન્માષ્ટમીના ધરોહર લોકમેળા મામલે મડાગાંઠ સર્જાયા બાદ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો દરમિયાન કલેકટરે આજે સ્પષ્ટ જણાવ્યું હતું કે એસઓપીની બહાર કઈ નહીં નહીં થાય..કોઈ રાઇડને મંજૂરી નહિ અપાય..તેવી કલેક્ટરની પત્રકાર પરિષદ માં સાફ વાત કરી હતી  કલેકટરે એમ પણ જણાવ્યું હતું કે .અન્ય જે કોઈ સ્ટોલ ધારકો ને તકલીફ હોય તે લોકો મારી પાસે આવી શકે છે હું સોલ્યુશન કાઢી દઈશ...હાઇકોર્ટ એ પણ નિયમોનું કીધું છે તો એનું પાલન કરાશે.. ડ્રોન કેમેરા દ્વારા મેળાનું સતત નિરીક્ષક કરાશે...

લોકમેળા માં આગ સહિત ની બાબતે મોકડ્રિલ યોજાઈ હતી  કલેકટર પોતે દોડી ગયા. હતા .
નવી ગાઈડ લાઈન આવશે તો તે મુજબ કાર્યવાહી કરાશે...રેઇડ વગર પણ મેળો જમાવટ કરશે લોકો મનભરી ને મેળો મણે તેવી અપીલ કરી હતી

(8:16 PM IST)