<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

રાજકોટમાં દેશમાં પ્રથમ વખત AIથી સજ્જ ડ્રોન કેમેરાની મદદથી લોકમેળામાં લોકોની ભીડનું મેનેજમેન્ટ સંભળાશે

જો મેદાનમાં લોકોની સંખ્યા વધશે, તો મેળાના ગેટ તાત્કાલિક બંધ કરવામાં આવશે અને સંખ્યા નિયંત્રણ આવ્યા બાદ લોકોને ફરી પ્રવેશ આપવામાં આવશે

અમદાવાદ :ગુજરાતનો પ્રસિદ્ધ લોકમેળો રાજકોટ ખાતે યોજાવા જઈ રહ્યો છે, જેમાં 10 લાખથી પણ વધુ લોકો આ મેળાની મજા માણતા હોય છે. જો કે આ વખતે આ એસ.ઓ પી.ને લઇ લોકમેળો વિવાદમાં ફસાયો છે. આ સમગ્ર મામલે કલેકટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

જેમાં કલેક્ટરે જણાવ્યું કે, હાઇકોર્ટેના આદેશ મુજબ એસઓપીનો સંપૂર્ણ પાલન કરવામાં આવશે. જેથી SOP - ફાઉન્ડેશન, મંજૂરી વગર એકપણ રાઈડનું સંચાલન કરવામાં નહીં આવે. જો કે નાની રાઇડ, આઈસ્ક્રીમ, ખાણીપીણીના સ્ટોલ ચાલું રહેશે અને લોકડાયરાના આયોજનો થશે. જેમાં રાજભા ગઢવી, સાઈરામ દવે જેવા ખ્યાતનામ કલાકારોનો ડાયરો યોજાશે.

આ વખતે દેશમાં પ્રથમ વખત AI મદદ લેવામાં આવી છે. જેની મદદથી લોકોને કાઉન્ટ કરવામાં આવશે. જો મેદાનમાં લોકોની સંખ્યા વધશે, તો મેળા ના ગેટ તાત્કાલિક બંધ કરવામાં આવશે અને સંખ્યા નિયંત્રણ આવ્યા બાદ લોકોને ફરી પ્રવેશ આપવામાં આવશે. આ ટેકનોલોજી ભારતમાં સૌપ્રથમ વખત આ વખતે રાજકોટમાં ઉપયોગ કરવામાં આવી રહી છે.

 

બીજી બાજુ સમગ્ર મામલે પોલીસ કમિશનરે પણ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ગેમ ઝોન અને રાઈડસ સહિતના માટે ખાસ SOP બનાવવામાં આવી છે.અલગ અલગ વિભાગ ને આ જવાબદારી સોંપવામાં આવી છે.જે-તે વિભાગ પાસે અરજી બાબતે કાર્યવાહી કરવાની રહેશે.

લોકમેળાને લઈને અરજી આવી નથી. ખાનગી મેળાની 5 અરજી આવેલ છે.અમારી પાસે અલગ-અલગ વિભાગની મંજૂરી અને ગાઈડ લાઈન મુજબ અમારા દ્વારા નિર્ણય લેવાશે. આ અરજીઓ માટે પોલીસ વિભાગ 24 કલાક ખુલ્લો છે.

જો મંજૂરી આપવા માટે જરૂરી અને નિયમ મુજબ હશે તો જ મંજૂરી આપવામાં આવશે.જ્યા સુધીની મંજૂરી ની વાત છે જો નિયમ મુજબ હશે તો જ મંજૂરી આપવામાં આવશે. કોઈ પણ છૂટછાટ આપવામાં આવશે નહિ.જો SOP મુજબ હશે તો જ મંજૂરી આપવામાં આવશે.અરજી મળ્યા બાદ તંત્ર તરફથી નિર્ણય કરાશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રક્ષા માટે પોલીસ દ્વારા ત્રી-સ્તરીય સુરક્ષા ઉભી કરવામાં આવશે. કાયદો વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ કમિશ્નરના નિરિક્ષણ હેઠળ 3 ડી.સી.પી., 10 એ.સી.પી., 28 પી.આઈ, 81 પી.એસ.આઈ, 1067 પોલીસ કોન્સ્ટેબલ, 77 એસ.આર.પી. સહીત કુલ 1266 જેટલા પોલીસ સ્ટાફ તૈનાત કરાશે. આ ઉપરાંત 14 સેક્ટરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. ક્રાઉડ કંટ્રોલ કરવા માટે સ્પેશયલ ટીમો શિફ્ટવાઈઝ હાજર રહેશે. આ ઉપરાંત ખાનગી સિક્યોરીટી ગાર્ડ પણ ફરજ બજાવશે.

બીજી બાજુ આ વખતે સૌપ્રથમ વખત મેળામાં NDRF અને SDRFની ટિમની પણ મદદ લેવામાં આવી છે.ડિઝાસ્ટર ની કોઈપણ ઘટના ઘટશે તો ટીમ તૈયાર છે.NDRF 47 માણસોની ટીમ એને SDRF ની 40 લોકોને ટીમ તેના જ રાખવામાં આવી છે.

(1:11 AM IST)