તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th August 2024
કોળી ઠાકોર સેના દ્વારા પોલીસ કમિશ્નરને આવેદન

કોળી ઠાકોર સમાજની ૧૭ વર્ષની દિકરી રાત્રે પરિવાર સાથે સુતી હતી અને સવારે ગુમ થઇ ગઇ તે બાબતે આજીડેમ પોલીસ સમક્ષ ફરીયાદ કરી હોવા છતા બાવન દિવસે પણ કોઇ જવાબ ન મળતા કોળી ઠાકરો સેના દ્વારા આ બાબતે પોલીસ કમિશ્નરશ્રીને આવેદનપત્ર પાઠવી ત્વરીત તપાસની માગણી ઉઠાવાઇ છે. સી.આઇ.ડી.ને તપાસ સોંપવા રજૂઆત કરાઇ હતી. જો સમયસર ન્યાય નહી મળે તો ગાંધીસિંધ્યા માર્ગે આંદોલન કરવા કોળી ઠાકોરના અધ્યક્ષ જયેશ ઠાકોરની યાદીમાં ચીમકી ઉચ્ચારાઇ છે.
(1:39 PM IST)










