<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

મનપાની આંગણવાડીઓમાં જય રણછોડ માખણ ચોરના નાદ ગુંજયા

૩૬૪ કેન્‍દ્રોમાં ભુલકાઓ કૃષ્‍ણ - રાધા, વાલીઓ વાસુદેવ બની જન્‍માષ્‍ટમીની ઉજવણી કરાઇ

રાજકોટ મહાનગરપાલિકાની તમામ ૩૬૪ આંગણવાડીઓ ખાતે આંગણવાડીના બાળકો તેમજ વાલીઓ સાથે રહીને શ્રીકૃષ્‍ણ જન્‍માષ્ટમીની ઉજવણીનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ જેમાં બાળકોને કૃષ્‍ણ અને રાધા બનાવીને વાલીઓને વાસુદેવ બનાવીને ગોકુળ મયᅠવાતાવરણ ઉભું કરવામાં આવેલ, આંગણવાડીના બાળકો દ્વારા ખૂબ જ ઉત્‍સાહ અને રાસ ગરબા સાથે કૃષ્‍ણ જન્‍મની ઉજવણી કરવામાં આવેલ છે. આ ઉજવણી મનપા શિશુ કલ્‍યાણ વિભાગના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા તથા નાયબ કમિશનર સ્‍વપ્‍નિલ ખરે અને મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ.

(2:56 PM IST)