<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

ઇકોના સ્‍પીકરમાં છુપાવ્‍યો'તો ૨૪ બોટલ દારૂઃ દિલીપ પકડાયો

કુવાડવાના હેડકોન્‍સ. અરવિંદભાઇ મકવાણા અને ભાવેશભાઇ એમ. મકવાણાની બાતમીઃ પીઆઇ બી. પી. રજયાની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૪: કુવાડવા રોડ પોલીસ મથકના હેડકોન્‍સ. અરવિંદભાઇ મકવાણા અને કોન્‍સ. ભાવેશભાઇ મુળુભાઇ મકવાણા તથા જયદિપભાઇ ધોળકીયાને મળેલી બાતમી પરથી રાજકોટ અમદાવાદ હાઇવે કુવાડવા ગામ તરફના રસ્‍તે ગ્રે કલરની ઇકો કાર જીજે૧૩એનએન-૫૭૭૦ અટકાવી તલાસી લેવામાં આવતાં અંદર સ્‍પીકર-સ્‍ટીરીયોમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂની રૂા. ૧૨ હજારની ૨૪ બોટલો મળતાં તે તથા કાર મળી રૂા. ૨.૬૨ લાખનો મુદ્દામાલ કબ્‍જે કરી ચાલક દિલીપ હરસુરભાઇ માકડ (ઉ.૩૨-રહે. માંડાડુંગર પાસે જૈન દેરાસર નજીક ભીમરાવનગર-૨૨, મુળ ઢાંક ભાયાવદર)ને પકડી લેવાયો છે. ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી આર. એસ. બારીયાની સુચના મુજબ પીઆઇ બી. પી. રજયા, પીએસઆઇ એમ. જે. વરૂ, એએસઆઇ ખોડુભા જાડેજા, સાથેના અરવિંદભાઇ, વિક્રમભાઇ, ધર્મેન્‍દ્રસિંહ, બંને ભાવેશભાઇ, જયદિપભાઇ, જયપાલભાઇ, કુશલભાઇ અને ભરતભાઇએ કાર્યવાહી કરી હતી. (૧૪.૧૦)

 

(2:58 PM IST)