તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th August 2024
આર્યસમાજ દ્વારા વેદ કથા યોજાઇ

રાજકોટઃ આર્યસમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે બાદ શ્રાવણ માસમાં યોજાતી વેદકથા (યુજુર્વેદ પારાયણ મહાયજ્ઞ)નું આયઢોજન તા. ૧૧ થી તા. ૧૮ સુધી કરવામાં આવેલ, જેમાં બ્રહ્માસ્થાને પૂ. આચાર્ય અજયજી આર્ય (દર્શનાચાર્ય સાંગાસર-ઘોલેરા) બિરાજમાન હતા. આ વેદ સપ્તાહ દરમિયાન સવાર-સાંજ યજુર્વેદના મંત્રોથી યજ્ઞ કરવામાં આવેલ જેમાં કુલ સંખ્યા ર૩૦ ભાઇઓ તથા બહેઓે યજમાન બની યજ્ઞનો લાભ લીધેલ. વેદ સપ્તાહ દરમિયાન અનેક દ્વિાનો તથા મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેલ જેમાં આચાર્યશ્રી રામદેવજી (ઉપદેશક મહાવિદ્યાલય ટંકારા) દિપકભાઇ ઠકકર, મહામંત્રી આર્ય પ્રતિનિિ સભા ગુજરાત, પ્રમુખશ્રી બૃહદ સૌરાષ્ટ્ર આયૂ પ્રાદેશિક સભા, પ્રમુખશ્રી આર્યસમાજ જામનગર, નરેન્દ્રભાઇ મહેતા ઉપમંત્રીશ્રી આર્ય પ્રતિનિધિ સભા ગુજરાત મંત્રી બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા, મંત્રીશ્રી આર્યસમાજ મજામનગર શ્રી ભગવાનજીભાઇ ભીમાણી (આર્ય સમાજ ટંકારા) તથા આર્ય સમાજોના અન્ય સભ્યગણ હાજર રહેલ તથા શ્રીમતિ દર્શિતાબેન શાહ, શ્રીમતિ લીલુબેન જાદવ, સુરેન્દ્રસિંહ વાળા, વિનુભાઇ સોરઠીયા, મહેશભાઇ પીપરીયા, અમરસિંહ રાઠોડ તથા આર.એમ.સી.ના અન્ય ગણ હાજર રહેલ. સમસ્ત કાર્યક્રમનું સંચાલન આર્યસમાજના મંત્રી વિજયભાઇ બોરીચાએ કરેલ તથા આભાર પ્રમુખ નટવરસિંહ પરમારે કરેલ.
(3:00 PM IST)










