<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

જન્માષ્ટમી ઉજવવા ભકતોમાં અદમ્ય ઉત્સાહ, સોમવારે ઐતિહાસિક રથયાત્રા

વાણીમાં મીઠાસ હોય, રમઝટ બોલતા રાસ હોય, પુણ્ય તણો પ્રકાશ હોય, ત્યાં કૃષ્ણનો વાસ હોય ગોપી કિશન રાસ અને ડાયરો માણજો : યાત્રામાં જોડાજો : વિહિપના અગ્રણીઓ અકિલાની મુલાકાતે

રાજકોટ : વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ભકતોમાં અભૂતપૂર્વ ઉત્સાહ હોવાનું અને તમામ કાર્યક્રમો સફળ જઇ રહ્યાનું આજે વિહિપના આગેવાનોએ અકિલાની મુલાકાત પ્રસંગે જણાવ્યું હતું. શાંતુભાઇ રૂપારેલિયા, હસુભાઇ ચંદારાણા, મહોત્સવના ઇન્ચાર્જ નિતેશ કથીરિયા (એડવોકેટ), મંત્રી હર્ષિત ભાડજા વગેરેએ અકિલા કાર્યાલય ખાતે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને નિમંત્રણ પાઠવ્યું હતું. મહોત્સવ સમિતિ અને હવેલીના સંયુકત ઉપક્રમે આજે શનિવારે રાત્રે ૯ વાગ્યે શ્રીનાથધામ હવેલી પાસે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક, નાનામવા રોડ ખાતે ટીકર ગામની મંડળીનો કાનગોપી રાસ કાર્યક્રમ રાખેલ છે. કાલે રવિવારે મવડી ચોકડી ખાતે કસુંબલ લોકડાયરો યોજાશે. સોમવારે સવારે ૮ વાગ્યે તે જ સ્થળે ધર્મસભા અને ત્યારબાદ ધર્મયાત્રા રાખેલ છે. કૃષ્ણ ભકતોને તમામ કાર્યક્રમોનો લાભ લઇ કૃષ્ણ રંગે રંગાવા મહોત્સવ સમિતિએ નિમંત્રણ પાઠવેલ છે. આ મુલાકાત પ્રસંગે અકિલા પરિવારના ડો. અનિલ દશાણી ઉપસ્થિત રહ્યા હતા. (

(3:02 PM IST)