<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

રાત્રે કાન ગોપી રાસ મંડળીની જમાવટ : કાલે મવડી ચોકડીએ કસુંબલ ડાયરો

વિ.હિ.પ. પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિનું જાહેર નિમંત્રણ રાજભા ગઢવી, પૂનમ ગોંડલિયા, જયદીપ ખૂમાણ વગેરે કલાકારો સોમવારે સવારે રથયાત્રા નીકળશે : યાત્રામાં ફલોટસ રજુ કરવા માટે ટ્રાન્સપોર્ટ સંચાલકો દ્વારા નિઃશૂલ્ક વાહન સેવા

રાજકોટ, તા.૨૪: વિ.હિ.પ. પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ તથા હવેલીના સંયુકત ઉપક્રમે આજે રાત્રે ૯ કલાકે શ્રીનાથધામ હવેલી ચોક, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, નાનામવા રોડ ખાતે, સુપ્રસિધ્ધ ટીકર ગામના કલાકારોના વૃંદ દ્વારા પ્રસ્તુત કાન-ગોપી રાસનું આયોજન કરવામાં આવ્યું છે. જાણીતા કલાકારો ચાર-ચાર ગ્લાસ ઉપર પાણી ભરેલા ગોરાનું અદભુત બેલેન્સ કરી જે ખાસ રાસ પ્રસ્તુત કરવામાં આવે છે. આ ઉપરાંત આ કલાકારોની ટીમ દ્વારા ગીત, સંગીત, નૃત્ય, સંવાદ, નાટય રૂપાંતર જેવા વિવિધ રંગો ભરી લોકોને સલેલાઇથી મનમાં ઉતરી જાય તેવી સરળ શૈલી દ્વારા ભગવાન કૃષ્ણના કાન સ્વરૂપ અને ગોપી બનીને રજુઆત કરતા કલાકારોના માધ્યમથી ભગવાનના અમુલ્ય જીવન પ્રસંગોનો અર્થસભર મંચન કરશે.

 

આ કાર્યક્રમમાં રાજકોટની જાહેર જનતા હિન્દુ સમાજને ઉમટી પડવા આ કાર્યક્રમના ઈન્ચાર્જો ડો. હિરેનભાઈ વિસાણી, કૌશીકભાઈ સરધારા, વિપુલભાઈ ગજજર, રાજુભાઈ ઘેલાણી સહિતનાએ રાજકોટની ધર્મપ્રેમી જનતાને અપીલ કરી છે.

આવતીકાલે તા.રપ ને રવિવારે સાતમના શુભ પર્વે મવડી ચોકડી ખાતે રાત્રે ૯-૦૦ કલાકે જાણીતા કલાકારો રાજભા ગઢવી, પૂનમબેન ગોંડલીયા, જયદિપ ખમાણ, પ્રવિણ આહિરના સ્વરે તથા સાજીંદાઓના સંગીતના સથવારે ડાયરાની જમાવટ થવાની છે. જાહેર જનતા માટે યોજાયેલ આ ડાયરામાં ભજનો ગીતો, રાષ્ટ્રભકિત ગીત, ધર્મ ભકિત સાથે સાહિત્યના દુહા, છંદ, લોક ગીતો વિગેરેની જબરી જમાવટ થવાની છે.

સોમવારે સવારે ૮ વાગ્યે મવડી ચોકડી ખાતે એક ધર્મભાસનું આયોજન થશે. ધર્મસભા બાદ વર્ષાથી પરંપરાગગત રીતે યોજાતી ભારતભરની સૌથી મોટી અને લાંબામાં લાંબા રૂટની રથયાત્રાનું પ્રથાન થશે. હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી જનતા અનેકવિધ ફ્લોટસ, સુશોભીત નાના-મોટા વાહનો, રીક્ષા, ટુ-વ્હીલર, સાયકલ સાથે આ વખતે પ્રથમવાર દિવ્યાંગો દ્વારા પોતાની ટ્રાઈસીકલ શણગારીને શોભાયાત્રામાં સક્ષમ ગ્રુપના સભ્યો જોડાવવાના છે. આ રથયાત્રામાં પરિવારના બાળકો સહિતના તમામ લોકો જોડાય તેવી અપીલ પણ કરવામાં આવી છે.

જરૂરી એવા વાહનો રાજકોટના અનેક સેવાભાવી ટ્રાન્સપોર્ટરો દ્વારા નિઃશુલ્ક

ધોરણે પુરા પાડવામાં આવે છે. જેમાં આર.જે.ટી. રોડ લાઈન્સ ૧-ગાડી, રામાણી રોડલાઈન્સ ૧-ગાડી , કૃષ્ણકૃપા રોડલાઈન્સ ૧-ગાડી, પ્રિતી રોડલાઈન્સ ૧-ગાડી, શીવ કૃપા ટ્રાન્સપોર્ટ ૧-ગાડી, હરસિધ્ધિ ટ્રાન્સપોર્ટ૧-ગાડી, યંકટેશ્વર ટ્રાન્સપોર્ટ ૧-ગાડી, આઈડીયલ ૧-ગાડી, રાજકોટ ગોલ્ડન લોજીસ્ટીક ર-ગાડી, જાનવી લોજીસ્ટીક ૩-ગાડી, લાલજી મુળજી ટ્રાન્સપોર્ટ ૧-ગાડી, નારણજી પેરાજ ટ્રાન્સપોર્ટ કાં. ૧-ગાડી, રાજધાની રોડવેઝ ર-ગાડી, જલીયાણ રોડલાઈન્સ ૧-ગાડી, શીવમ કેરીયર ૧-ગાડી, શ્રી સર્વોદય ટ્રાન્સપોર્ટ કાં. ૩-ગાડી, રાધાકૃષ્ણ ટ્રાન્સપોર્ટ ૧-ગાડી, એ.કે. લોજીસ્ટીક ૧-ગાડી, સોનલ કૃપા રોડલાઈન્સ ૧-ગાડી, રામદેવ રોડવેઝ ૧-ગાડી, જય હરેશ ટ્રાન્સપોર્ટ ૧-ગાડી, ઉષા ટ્રાન્સપોર્ટ ૧-ગાડી, ઈંગલ રોડલાઈન્સ ૧-ગાડી, નિલકંઠવરણી રોડલાઈન્સ ૧-ગાડી, શ્રી હરિ રોડલાઈન્સ, એબીસી કાર્ગો મુવર્સ, નંદા રોડ કેરીયર્સ, ગ્લોબ કાર્ગો સર્વિસ, રણજીત ટ્રાન્સપોર્ટ કંપની, શુકલા રોડ લાઈન્સ વિગેરેનો સમાવેશ થાય છે.

(3:10 PM IST)