<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

શહેરીજનોને જન્‍માષ્‍ટમીના પાવન પર્વની શુભેચ્‍છા પાઠવતા ઉદય કાનગડ

નટખટ બંસી બાજે ગોકુલ કે રાજા. સબકી અંખિયા તરસ તઇ અબ તો આજા..

રાજકોટ તા. ૨૪: આજે રાંધણ છઠ્ઠથી જ જન્‍માષ્‍ટમી પર્વનો રંગેચંગે પ્રારંભ થતો હોય સમગ્ર સૌરાષ્‍ટ્રમાં શ્રાવણ વદ આઠમ  (કૃષ્‍ણ પક્ષ) એટલે કે શ્રીકૃષ્‍ણના જન્‍મદિવસને જન્‍માષ્‍ટમી તરીકે ઉજવાય છે ત્‍યારે સમગ્ર ભારતભરમાં ખુબજ ઉત્‍સાહ થી ઉજવાયતો આ તહેવાર કૃષ્‍ણજન્‍મોત્‍સવ તરીકે પણ ઓળખાય છે. આ દિવસોમાં રસ્‍તાઓ પર મટકી ફોડના કાર્યક્રમો યોજાય છે અને ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી' અને ગોવિંદા આલા રે જરા મટકી સંભાલ બ્રજબાલા ના નાદ થી વાતાવરણ ગુંજી ઉઠે છે. ત્‍યારે શહેરીજનોને જન્‍માષ્‍ટમી પર્વની  શુભેચ્‍છા પાઠવતા શ્રી ઉદય કાનગડે  જણાવ્‍યુ હતું. આજથી રંગીલા રાજકોટનો સૌરાષ્‍ટ્રભરમાં ખ્‍યાતનામ ‘ધરોહર' લોકમેળાનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે.  અર્થમાં રંગીલા રાજકોટ તરીકે પ્રસ્‍થાપિત બન્‍યું છે. ત્‍યારે એમ અંતમાં ધારાસભ્‍ય એ શહેરીજનોને જન્‍માષ્‍ટમી પર્વની ખુબ ખુબ શુભેચ્‍છા પાઠવી હતી.

(3:25 PM IST)