News of Saturday, 24th August 2024
ત્રણ વર્ષમાં ચોરી-લૂંટ-ચિલઝડપ-વાહન ચોરીઓમાં પકડાયેલા ૧૦૦ શખ્સોની ડીસીબી ખાતે 'પરેડ': ગુનાખોરી દૂર રહેવા કડક સુચના
તહેવારના દિવસોમાં સખણા રહેવા સમજ અપાઇઃ હાલમાં શું કરે છે? તેની માહિતી મેળવી ફોટોગ્રાફ લેવાયા

રાજકોટઃ શહેરમાં જન્માષ્ટમીનો ધરોહર લોકમેળો આજથી શરૂ થયો છે. તહેવાર દરમિયાન ચોરી, લૂંટ, ચિલઝડપ, વાહનચોરી સહિતના બનાવો ન બને તે માટે શહેર પોલીસે આગોતરૂ આયોજન કર્યુ છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આવા ગુનાઓમાં પકડાયેલા ૧૦૦થી વધુ શખ્સોને ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશને ખાતે બોલાવવામાં આવ્યા હતાં. દરેક પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા પોતપોતાના વિસ્તારમાં અગાઉ આ પ્રકારના ગુનાઓમાં પકડાયેલા શખ્સોને ડીસીબી ખાતે હાજર રખાયા હતાં. આ તમામને તહેવાર દરમિયાન આ તમામને ગુનખોરીથી દૂર રહેવા કડક સુચના અપાઇ હતી. હાલમાં તેઓ શું કરે છે? તે સહિતની વિગતો મેળવાઇ હતી. તેમજ તમામના ફોટોગ્રાફ લઇ એમસીઆર ફોર્મ ભરવામાં આવ્યા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં આ કામગીરી ડીસીબી, તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને ડી. સ્ટાફની ટીમો દ્વારા થઇ હતી.
(3:32 PM IST)










