News of Saturday, 24th August 2024
શેઠનગર પાસે આર્થીકભીંસથી કંટાળી પીજીવીસીએલના કોન્ટ્રાકટરનો આપઘાત
પંચવટી સોસાયટીના જેરામ ભારથી ગોસાઇએ દસ દિવસ પહેલા ઘરેથી ચા પીવા જવાનું કહી નીકળ્યા બાદ ઝેરી દવા પી લીધી હતી

રાજકોટ તા. ૨૪: બેડી ચોકડી નજીક પંચવટી સોસાયટીમાં રહેતા પીજીવીસીએલ ના કોન્ટ્રાકટરે આર્થીક ભીંસથી કંટાળી શેઠનગર નજીક ઝેરીદવા પી લેતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.
મળતી વિગત મુજબ પંચવટી સોસાયટી માં રહેતા જેરામભારથી જેઠાભારથી ગોસાઇ (ઉ.વ. ૩૯) ગત તા. ૧૫ ના રોજ સવારે ચા પીવા જવાનુ઼ કહી ઘરેથી નીકળ્યા બાદ જામનગર રોડ શેડનગર નજીક ઘંટેશ્વર ગામ તરફ જતા મેલડી માતાના મંદિર પાસે ઝેરી દવા પી લીધી હતી પરિવારજનોને જાણથતા તેને સારવાર માટે ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટની દોશી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું ગઇકાલે સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.મૃતક જેરામભાર થી બે ભાઇ અને બે બહેનમાં ત્રીજા નંબરના હતા તે પીજીવીસીએલમાં મીટર ફીટીંગનો કોન્ટ્રાકટ રાખી પરીવારનું ગુજરાન ઁચલાવતા હતા. છેલ્લા ઘણા સમયથી તે આર્થીક ભીંસમાં આવી જતા તેના લીધે તેણે આ પગલું ભર્યુ હોવાનું તેના સાળા જયેશગીરીએ જણાવ્યું હતું. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ જીજ્ઞેશભાઇએ તપાસ હાથ ધરી છે પુત્ર અને પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
(3:38 PM IST)










