<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

મહિકા સદ્દગુરૂ પાર્કની ૧૭ વર્ષની સગીરા ગૂમઃ અજાણ્‍યા વિરૂધ્‍ધ અપહરણનો ગુનો નોંધાયો

રાજકોટઃ શહેરના આજીડેમ ચોકડીથી આગળ મહિકા મેઇન રોડ પર સદ્દગુરૂ પાર્ક-૧માં રહેતી ૧૭ વર્ષની સગીરા તા. ૨૨/૮ના રોજ ગુમ થઇ જતાં શોધખોળ બાદ માતાએ આજીડેમ પોલીસને જાણ કરતાં પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એચ. જે. સોલંકીએ અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ બીએનએસ કલમ ૧૩૭ (૨) મુજબ અપહરણનો ગુનો નોંધ્‍યો છે.

રાજકોટઃ માલધારી સોસાયટી જુના આરટીઓ પાસે હાલ રહેતી અને જસદણના કમળાપુર ગામે સાસરૂ ધરાવતી પ્રિયાબેન રાહુલ ઉગરેજીયા (ઉ.વ.૧૯)એ મહિલા પોલીસ સ્‍ટેશનમાંૅ કમળાપુર રહેતાં પોતાના પતિ રાહુલ, સસરા અશોકભાઇ મંગાભાઇ ઉગરેજીયા, સાસુ તારાબેન, નણંદ રાધીકાબેન વિરૂધ્‍ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે.

પ્રિયાબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે તેણીના લગ્ન ડિસેમ્‍બર ૨૦૨૨માં રાહુલ સાથે થયા છે. પતિ રાહુલને અન્‍યસ્ત્રી સાથે મિત્રતા થઇ જતાં તેને મિત્રતા છોડી દેવાનું કહેતાં ત્રાસ આપવાનું ચાલુ કર્યુ હતું. સાસુ, સસરા, નણંદ પણ પતિનો સાથ આપી હેરાન કરતાં હોવાનો આરોપ મુકાયો છે. પીઆઇ આઇ. એન. સાવલીયાની રાહબરીમાં હેડકોન્‍સ. કે. આર. ચુડાસમાએ વધુ તપાસ હાથ ધરી છે.

(10:59 AM IST)