<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

મંજુરી વગર વિજળીનું જુનુ મીટર બદલી નવુ ફીટ કરી દીધુઃ ખોટી સહી કરીઃ વિજયસિંહ ઝાલાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ

રાજકોટઃ શહેરના દોઢસો ફુટ રીંગ રોડ પર આશીર્વાદ હાઇટ્‍સ બિલ્‍ડીંગમાં મકાન માલિકની સહમતી વગર વિજળીનું જુનુ મીટર બદલી નવુ સ્‍માર્ટ મીટર લગાવી ખોટા ડોક્‍યુમેન્‍ટ ઉભા કરી લેવામાં આવતાં ફરિયાદ થઇ છે. આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે શિવ સંગમ સોસાયટી રીલાયન્‍સ માર્ટ પાછળ આર્નીસ ગ્રાન્‍ડ એપાર્ટમેન્‍ટ ફલેટ ન. ૧૧૦૧માં રહેતાં વિજયસિંહ સુરેન્‍દ્રસિંહ ઝાલા (ઉ.વ.૫૫)ની ફરિયાદ પરથી આઇપીસી ૪૬૫, ૪૬૮, ૪૭૧ મુજબ ગુનો નોંધ્‍યો છે. અજાણ્‍યા શખ્‍સે ફરિયાદીની સહમતી વગર તેમના મકાનનું વિજળીનું જુનુ મીટર બદલી નવુ લગાડી દીધુ હતું. તેમજ તેમની ખોટી સહી કરી પીજીવીસીએલની એપ્‍લીકેશનમાં અપલોડ કરી દીધી હતી. ગાંધીગ્રામ પીએસઆઇ અસ. એલ. ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.

(10:55 AM IST)