તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th August 2024
આજી વસાહત શીવનગરમાં પાળતુ કૂતરાને તગડવા મામલે કાળુ પર રાજુનો હુમલોઃ પગમાં ફ્રેકચર, માથામાં દસ ટાંકા આવ્યા

રાજકોટઃ આજી વસાહત શીવનગર મફતીયાપરામાં મારામારીનો બનાવ બન્યો હતો. પાળતુ કૂતરાને તગડવા મામલે આ માથાકુટ થઇ હતી.
આ બનાવમાં આજી વસાહત શીવનગરમાં રહેતાં કાળુભાઇ વાઘેલા (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી પોલીસે રાજુ ઉર્ફ કૂકો ઓઘડભાઇ વાઘેલા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. કાળુભાઇએ જણાવ્યું છે કે મેં રાજુભાઇને તેના પાળતુ કુતરાને તગડવાનું કહેતાં તેણે ઉશ્કેરાઇ જઇ લોખંડના પાઇપથી હુમલો કરી માથા, હાથમાં ઇજા પહોંચાડી હતી. તેમજ પગના નળામાં ઘા ફટકારતાં ફેકચર થઇ ગયું હતું. તેમજ માથામાં નવથી દસ ટાકા આવ્યા હતાં. એએસઆઇ પી. એન. ત્રિવેદીએ એફઆઇઆર દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(10:55 AM IST)










