તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th August 2024
બપોર સુધીમાં રાજકોટમાં ત્રણ ઇંચ ઉપર પાણી પડી ગયું: વરસાદી સિસ્ટમ્સ સક્રિય: લોકમેળામાં ચારેકોર પાણી ભરાયા: શહેરમાં જનજીવન ઠપ્પ

રાજકોટ: રાજકોટમાં વહેલી સવારે ૪.૩૦ વાગ્યાથી સતત ભારે વરસાદ ચાલુ છે. વરસાદની સિસ્ટમ છવાઈ ગઈ છે. આ લખાય છે ત્યારે બપોરે ૧૨.૦૫ વાગ્યે પણ જોરદાર વરસાદ ચાલુ છે.
લગભગ ત્રણથી સાડા ત્રણ ઈંચ પાણી પડી ગયું છે.
રાજકોટના લોકમેળામાં ચારે કોર, તમામ સ્ટોલ આસપાસ, બેફામ પાણી ભરાયા છે. મેળો એક દિવસ વધારવા કલેકટર પાસે સ્ટોલ ધારકોએ માગણી કરી છે.
સવારે ૧૧.૩૦ સુધીમાં જ અઢી ઇંચ ઉપર પાણી પડી ગયેલ.
(12:25 PM IST)










