તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th August 2024
રાજકોટ મનપા દ્વારા જન્માષ્ટમી તહેવાર અંતર્ગત શહેરના જુદા જુદા સર્કલને થીમ આધારિત લાઇટીંગનો શણગાર

રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી તહેવાર અંતર્ગત શહેરના જુદાજુદા સર્કલને થીમ આધારિત લાઈટીંગ ડેકોરેશનથી શણગારવામાં આવ્યા.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી તહેવાર તેમજ શ્રાવણ માસ નિમિતે રાજકોટ શહેરમાં જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરેલ છે. જેમાં તા.૨૪ થી તા.૨૮ઓગસ્ટ સુધી શહેરના ૨૧ મુખ્ય સર્કલને થીમ આધારિત લાઇટીંગ ડેકોરેશનથી શણગારવામાં આવેલ.
શહેરના મુખ્ય ૨૧ સર્કલોમાં પાણીનો ઘોડો, જિલ્લા પંચાયત ચોક, જંકશન પ્લોટ, મહિલા કોલેજ સર્કલ, એસ્ટ્રોન ચોક, કોટેચા ચોક, ઇન્દીરા સર્કલ, હરિધવા સર્કલ, ઉમિયા ચોક, આંબેડકર ચોક (સિવિલ), સોરઠીયાવાડીભક્તિનગર, સ્વામિનારાયણ ચોક, કે.ડી. સર્કલ સંત કબીર રોડ, શીતલ પાર્કપારેવડી ચોક, કિશાનપરા ચોક, સ્પીડવેલ પાસે, માલવીયા, આકાશવાણી ચોક અને બહુમાળી ભવન નર્મદા ખાતે થીમ આધારિત લાઈટીંગ ડેકોરેશન કરવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી તહેવાર અને શ્રાવણ માસ નિમિતે કરવામાં આવેલ ડેકોરેશનની રોશની ખુબ ઉત્સાહ–ઉમંગ સાથે નગરજનોએ નિહાળી હતી.
(1:53 PM IST)










