તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th August 2024
વરસાદ બન્યો વેરી : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા.૨૫ ના રોજ રાત્રે ૮:૩૦ વાગ્યે યોજાનાર "લોકડાયરા"નો કાર્યક્રમ ભારે વરસાદને પગલે રદ કરાયો
મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન દ્વારા કરાયેલ સત્તાવાર જાહેરાત

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા એક સંયુક્ત યાદીમાં જણાવેલ છે કે, આજે તા.૨૫/૦૮/૨૦૨૪, રવિવારના રોજ રાત્રે ૦૮:૩૦ કલાકે યોજાનાર, લોક સાહિત્યકાર કિર્તિદાન ગઢવી અને હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા દ્વારા પ્રસ્તુત "લોકડાયરો" વોર્ડ નં.૧૪, શ્રી પવન પુત્ર ચોક, સોરઠીયા વાડી સર્કલ ખાતે યોજાનાર હોય, ભારે વરસાદને પગલે આ લોકડાયરનો કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે, જેની શહેરીજનોએ નોંધ લેવા એક સત્તાવાર અખબારી યાદીમાં જણાવાયું છે.
(6:17 PM IST)










