<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

રાજકોટમાં અનેક વિસ્તારમાં લાઈટો ગૂલ : હજારો ઘરોમાં અંધારા: સબ ડિવિઝનમાં ફરિયાદોનો ધોધ :ઘણા ફીડરો બંધ : જમ્પરો ઉડ્યા

સતત વરસતા વરસાદમાં લાઈન સ્ટાફ કાર્યરત :વીજ ફોલ્ટ નિવારણ માટે ટેક્નિકલ સ્ટાફ ખડેપગે : આખી રાત કામગીરી ચાલશે

રાજકોટ : રાજકોટમાં વહેલી સવારથી અનરાધાર વરસાદ સાથે અનેક અનેક વિસ્તારમાં લાઈટો ગુલ થઇ હતી અને  હજારો ઘરોમાં અંધારા છવાયા હતા, વીજ પુરવઠો ખોરવાઈ જતા જે તે સબ ડિવિઝનમાં ફરિયાદોનો ધોધ વછૂટ્યો હતો, વીજ વિક્ષેપની ફરિયાદને પગલે લાઈન સ્ટાફની સતત કામગીરી ચાલુ રહી હતી, વરસતા વરસાદમાં આખી રાત કામગીરી ચાલશે તેમ મનાય છે, શહેરના અનેક ફીડરો બંધ થયા છે અને જમ્પરો ઉડ્યા છે જેને દુરસ્ત કરવાની કામગીરી ચાલુ છે

    રાજકોટમાં આવેલ સતત વરસાદને કારણે રાજકોટ સિટીમાં વીજ વિક્ષેપની કુલ ફરિયાદ 208 ફરિયાદ નોંધાયેલ હતી .
સવારથી સાંજ સુધીમાં ફીડર ટ્રીપ થયેલ / ફોલ્ટ આવેલ તે આ મુજબ છે
એરિયા વાઈઝ ફોલ્ટ -
એચ.ટી. 1 સબ ડિવિઝન:
80 ફીટ રોડ, થોરાળા, ગ્રીન લેન્ડ, પટેલ નગર ફીડર વગેરે
એચ.ટી. - 2 સબ ડિવિઝન :
ગાયકવાડી, રેલ નગર, પંચનાથ, કાલાવડ રોડ, જામનગર રોડ, લાઈટ હાઉસ, એસ. ટી. વર્ક શોપ ફીડર વગેરે
એચ.ટી. - 3 સબ ડિવિઝન:
એવરેસ્ટ, સ્વાતિ પાર્ક, નાનામવા, ગાયત્રી, જિમખાના, સૂર્યકાંત, સાધુ વાસવાણી ફીડર વગેરે

   વીજ ફોલ્ટ નિવારણ કરવા ટેકનીકલ ટીમો સતત ફિલ્ડમાં કાર્યરત છે  મોડી રાત સુધી વીજ પુરવઠો કાયમ કરવાની કામગીરી ચાલુ રહેશે

(9:02 PM IST)