News of Monday, 26th August 2024
જામનગર રોડ નાગેશ્વરના આનંદ શુક્લ પર ગાળો દેવા મામલે સ્વીફટ કારના ચાલક અને અજાણ્યા ૪ શખ્સોનો હુમલો

રાજકોટઃ જામનગર રોડ પર નાગેશ્વર મંદિર પાસે ભવાની ચોક કલ્પસુત્ર એપાર્ટમેન્ટમાં રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં આનંદભાઇ વિજયકુમાર શુક્લ (ઉ.વ.૩૯) નામના યુવાનને તે નાગેશ્વર જૈન મંદિર નજીક બાલાજી કોલ્ડ્રીંક પાસેથી બાઇક ચલાવીને જતાં હતાં હતાં ત્યારે સ્વીફટ કાર જીજે૦૩કેપી-૨૦૦૧ના ચાલકે કારણ વગર ગાળો દેતાં તેને ના પાડતાં તેણે વધુ ગાળો દઇ ફડાકો મારી તેમજ ફોન કરી બીજા ચાર શખ્સોને બોલાવતાં પાંચેયએ મળી પ્લાસ્ટકીના પાઇપ અને ઢીકાપાટુથી માર મારતાં તેમજ મારી નાખવાની ધમકી આપતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પીએસઆઇ વી. એચ. પરમારે ગુનો નોંધ્યો છે.
(12:45 PM IST)










