<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

રાજકોટ શહેરમાં જૂગાર રસિકોના રંગમાં ભંગ પાડતી પોલીસઃ ત્રણ દરોડામાં ૧૧ મહિલા સહિત ૩૬ પકડાયા

કનકનગરમાં હરેશ મકવાણાના ઘરમાં અને અંબિકા સોસાયટીમાં કમલેશ ગોહેલના ઘરમાં થોરાળા પોલીસના દરોડોઃ ૨૫ પકડાયાઃ ગોવિંદનગરમાં ગાંધીગ્રામ પોલીસે મહિલાના ઘરમાં દરોડો પાડી ૧૧ મહિલાને પત્તા ટીંચતા પકડી

રાજકોટઃ સામા કાંઠે સંત કબીર રોડ કનકનગર-૧૦માં રહેતાં હરેશ રતિલાલ મકવાણાના ઘરમાં જૂગાર રમાતો હોવાની બાતમી મળતાં થોરાળા પોલીસને દરોડો પાડી ઘરધણી હરેશ મકવાણા તથા રાજારામ સોસાયટીના રહેવાસીઓ ગણેશ અમૃતલાલ લાઠીયા, મેરામ પોપટભાઇ મકવાણા, વિશાલ હેમતભાઇ કાપડીયા, જૈમીનદ ુધેશભાઇ લાઠીયા, હરેશ રમેશભાઇ ગદાતરા, રૂપેશ નંદલાલભાઇ લાઠીયા, કનકનગરના ચિરાગ દુધેશભાઇ લાઠીયા, રાજારામના જગદીશ નાથાભાઇ તલલસાણીયા, મુકેશ નાથાભાઇ તલસાણીયા, શીવધારા શ્રીબંગલોના સુરેશ સવજીભાઇ રૈયાણી અને રાજારામના હિતેષ વાઘજીભાઇ સંખાવરાને તિનપત્તી રમતાં પકડી લઇ રૂા. ૨૪૫૦૦ની રોકડ કબ્‍જે લીધી હતી. પીઆઇ જી.એન. વાઘેલા, એએસઆઇ પી. એન. ત્રિવેદી અને ડી. સ્‍ટાફની ટીમે આ દરોડો પાડયો હતો.

થોરાળા પોલીસે બીજો દરોડો ભાવનગર રોડ અંબિકા સોસાયટી-૩માં રહેતાં કમલેશ ધીરૂભાઇ ગોહેલના ઘરમાં પાડી તેને તથા મયુરનગરના રોહન ચંદુભાઇ પરમાર, અંબિકા સોસાયટીના કિશોર ગોરધનભાઇ પરમાર, અનમોલ પાર્કના મહેશ ધીરૂભાઇ ડોડીયા, અંબિકા સોસાયટીના હાર્દિક સુરેશભાઇ ડોડીયા, જયંતિ બાબુભાઇ ગોહેલ, રાધેશ્‍યામ સોસાયટીના કરણ કિશનભાઇ નારોલા, અંબિકાના મનોજ કાનજીભાઇ ગોહેલ, મયુરનગરના સંજય કેશુભાઇ રાઠોડ, અંબિકા સોસાયટીના ચેતન પ્રવિણભાઇ ગોહેલ, સુખસાગર સોસાયટીના આકાશ વિનુભાઇ ગોહેલ, કનકનગરના યોગેશ ચંદુભાઇ મકવાણા અને અંબિકા સોસાયટીના જયેશ પ્રવિણભાઇ ગોહેલને જૂગર રમતાં પકડી લઇ રૂા. ૧૯૫૩૦ કબ્‍જે કર્યા હતાં. પીઆઇ જી. એન. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ એચ. ટી. જીંજાળા, જયદિપસિંહ જાડેજા સહિતે આ દરોડો પાડયો હતો.

ત્રીજો દરોડો ગાંધીગ્રામ પોલીસે ગાંધીગ્રામ ગોવિંદનગર-૫માં પાડયો હતો .અહિ  રહેતાં પ્રફુલાબા મનહરસિંહ જાડેજાના ઘરમાં જૂગાર રમાતો હોવાની બાતમી પરથી દરોડો પાડી પ્રફુલાબેન તેમજ સંગીતાબેન વિનુભાઇ દાણીધારીયા, હેતલબેન રામદાસભાઇ ગોંડલીયા, હંસાબેન ગંગારામભાઇ કાપડી, રીટાબેન રમેશભાઇ પંડયા, ફરઝાનાબેન લતીફભાઇ વિજળીવાઠા, વિજ્‍યાબેન નરોતમભાઇ ચંદ્રાણી, ઝરીનાબેન સજુભાઇ જીવાણી, મુક્‍તાબેન હરેશભાઇ દેવળીયા, આશાબેન ગંગારામભાઇ કાપડી અને છાયબેન રાજેન્‍દ્રભાઇ જોષીને પકડી લઇ રૂા. ૧૨૭૮૦ની રોકડ કબ્‍જે લેવાઇ હતી. પીઆઇ બી. ટી. અકબરીની રાહબરીમાં પીએસઆઇ અસ. એલ. ગોહિલ, મશરીભાઇ ભેટારીયા, મુકેશભાઇ સબાડ, રોહીતભાઇ કછોટ સહિતે આ દરોડો પાડયો હતો.

(5:40 PM IST)