<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

સંત કબિર રોડ શક્‍તિ સોસાયટીમાં જમીન મકાનના ધંધાર્થી વિજયભાઇ ઝાપડાનુ સાતમની રાતે હાર્ટએટેકથી મૃત્‍યુ

રાજકોટઃ હૃદય બંધ પડી જવાથી મૃત્‍યુની ઘટનાઓ યથાવત રહી છે. સામા કાંઠે સંત કબીર રોડ પર નંદુબાગ ન્‍યુ શક્‍તિ સોસાયટીમાં રહેતાં ઝાપડા પરિવારની જન્‍માષ્‍ટમીના તહેવારની ખુશી શોકમાં પલ્‍ટાઇ ગઇ હતી. અહિ રહેતાં વિજયભાઇ બાલાભાઇ ઝાપડા (ઉ.વ.૪૯) સાતમની રાતે એકાએક બેભાન થઇ જતાં ૧૦૮ બોલાવાઇ હતી. પરંતુ તેના ઇએમટી તબિબ રાજેશભાઇ ભાલીયાએ તેમને મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પોલીસ કન્‍ટ્રોલ રૂમના વી. એચ. ચોૈહાણે જાણ કરતાં બી-ડિવીઝનના હેડકોન્‍સ. હિતેષભાઇ કોઠીવાળે જરૂરી કાર્યવાહી કરી હતી. પોસ્‍ટમોર્ટમ થતાં હાર્ટએટેક આવી ગયાનું તબિબે જાહેર કર્યુ હતું. મૃત્‍યુ પામનારને સંતાનમાં બે પુત્ર છે. પોતે જમીન મકાન લે-વેંચનું કામ કરતાં હતાં.

(12:47 PM IST)