News of Monday, 26th August 2024
વિછીયામાં છાત્ર પિયુષ રાજપરાને તારા બાપુજીએ સ્કૂલમાં અમારા વિરૂધ્ધ શું રજૂઆત કરી? કહી કડા, પાઇપથી હુમલોઃ ચિરાગ, ભગીરથ, રાહુલ વિરૂધ્ધ ગુનો

રાજકોટઃ વિછીયામાં ખોડિયારપરામાં રહેતાં અને ઉમિયા સ્કૂલમાં અભ્યાસ કરતાં પિયુષ જીતેશભાઇ રાજપરા નામના છાત્રને ગત રાતે તે વિછીયામાં બગીચાના ખુણા પાસે રોડ પર હતો ત્યારે રૂપાવટી હોસ્ટેલમાં રહેતાં ચિરાગ, ભગીરથ અને રાહુલે હાથમાં પહેરવાના કડાથી અને પાઇપથી માર મારી લોહીલુહાણ કરી નાખતા સારવાર માટે દાખલ કરવો પડયો હતો. વિછીયા એએસઆઇ જે. એસ. ટમાળીયાએ પિયુષના પિતા જીતેશભાઇ (ગેમાભાઇ) માધાભાઇ રાજપરા (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી ત્રણેય વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. પિયુષ સાથે જ ભણતાં ચિરાગ સહિતે શાળામાં ઝઘડો કર્યો હોઇ આ બાબતે જીતેશભાઇએ શાળાના ગૃહપતિ અને સંચાલકને રજુઆત કરી હોઇ તેનો ખાર રાખી ત્રણેયએ પિયુષને આંતરી તારા બાપુજીએ અમારા વિરૂધ્ધ શું રજૂઆત કરી હતી? તારા બાપુજીને બોલાવ...કહી હુમલો કર્યો હતો.
(5:39 PM IST)










