<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

રાજકોટમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને લઈને જિલ્લા વહિવટી તંત્ર સતર્ક : જિલ્લાના દરેક તાલુકાઓમાં લાઈઝન ઓફિસરની કરાઈ નિમણુંક

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ વહિવટી તંત્રના સર્વે અધિકારીઓ સાથે વાતચીત કરીને સમગ્ર રાજકોટ જિલ્લાની વરસાદીય સ્થિતિનો ચિત્તાર મેળવ્યો : તાલુકાઓમાં આકસ્મિક બનાવને પહોંચી વળવા માટે મેડિકલ ટીમ સ્ટેન્ડબાય

રાજકોટ : રાજકોટમાં ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર સતત કાર્યરત છે. આ તકે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ વહિવટી તંત્રના સર્વે અધિકારીઓ સાથે વાતચીત કરીને સમગ્ર રાજકોટ જિલ્લાની વરસાદીય સ્થિતિનો ચિત્તાર મેળવ્યો હતો.

 જિલ્લામાં ભારે વરસાદને કારણે કલેકટરના માર્ગદર્શન હેઠળ દરેક તાલુકા દીઠ લાઈઝન ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે. જે અન્વયે દરેક તાલુકા લાઈઝન ઓફિસરો દ્વારા તેમને ફાળવેલા તાલુકાઓમાં ભારે વરસાદની પરિસ્થિતિને અનુસંધાને મીટીંગ કરીને જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

 દરેક તાલુકાઓમાં આકસ્મિક બનાવને પહોંચી વળવા માટે મેડીકલ ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તેમજ ભારે વરસાદને કારણે થયેલા નુકશાન અંગે ત્વરીત કાર્યવાહી કરી શકાય તે માટે તાલુકાઓમાંથી નુકશાનીના રીપોર્ટ પણ મંગાવવામાં આવી રહ્યા છે. આમ રાજકોટ જિલ્લા વહિવટી તંત્રની ડિઝાસ્ટર ટીમ દ્વારા નાગરીકોની સુરક્ષાને પ્રાધાન્ય આપીને ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા સતર્કતા સાથે કામગીરી કરવામાં આવી રહી છે.

 

(5:04 PM IST)