News of Monday, 26th August 2024
રાજકોટનો આજી-૧ ડેમ આજે રાત્રે અથવા વહેલી સવારે ઓવરફ્લો થઈ જવાની પૂરી સંભાવના. ૨૪ કલાકમાં ૩.૩૦ ફૂટ પાણી વધ્યું

રાજકોટનો આજીડેમ આજે રાત્રે અથવા વહેલી સવારે છલકાઈ જાય તેવી સંભાવના: એક જ દિવસમાં ૩.૩૦ ફૂટ પાણીની સપાટી વધી. પાણીની ભારે આવક ચાલુ. આ સાથે જ ન્યારી-૧ ડેમની સપાટી આજે બપોરે ત્રણ વાગ્યે ૧.૬૪ ફૂટ વધીને ૧૪.૯૨ ફૂટ થઈ છે
રાજકોટની જીવાદાર દોરી સમાન આજી-૧ ડેમની સપાટી ગઈકાલે ૨૧.૭૦ ફૂટ હતી જે આજે બપોરે ત્રણ વાગે વધીને ૨૫ ફૂટ થઈ છે. આમ એક જ દિવસમાં ૩.૩૦ ફૂટ સપાટી વધી ગઈ છે. ડેમ ૨૯ ફૂટે ઓવરફ્લો થતો હોય આજે મોડી રાત્રે અથવા કાલે સવારે છલકાઈ જવાની પૂરી સંભાવના..
(5:59 PM IST)










