<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

રાજકોટમાં હીટ એન્ડ રન : કિર્તીભાઈ ગોટેચાને કારે ટક્કર મારતા માથામાં ગંભીર ઈજા

"અકિલા" પરિવારના વિજય વસાણીએ તેમને ગંભીર હાલતમાં તાત્કાલિક કારમાં હોસ્પિટલ ખસેડ્યા

રાજકોટ : રાજકોટમાં હીટ એન્ડ રન નો કિસ્સો સામે આવ્યો છે. કિર્તીભાઈ ગાંડાલાલ ગોટેચા ઉં.વર્ષ 67 તેમના મિત્ર જયંતભાઈ હરજીવનભાઈ સેજપાલને કારે ટક્કર મારતા તેમને દવાખાને લઈ ગયા હતા.

જયંતભાઈને સારવાર અપાવ્યા બાદ કિર્તીભાઈ દવાખાનેથી બાઈક પર મિત્રના ધેર પરત જતા હતા ત્યારે  તેમને પણ કોટેચા ચોક અને ઈન્દીરા સર્કલ વચ્ચે અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા "અકિલા" પરિવારના વિજય વસાણીએ તેમને ગંભીર હાલતમાં તાત્કાલિક કારમાં હોસ્પિટલ ખસેડ્યા હતા. કાર ચાલક નાસી છુટયો હતો.

 

(11:51 PM IST)