<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

રાજકોટનો આજી ડેમ વહેલી સવારે ઓવરફ્લો થયો: ૫૦ કલાકથી વરસાદ સતત જોરદાર ચાલુ: સ્થિતિ વિકટ થતી જાય છે: ન્યારી ડેમ પણ ભરાતો જાય છે

આજ રોજ સવારે ૬.૧૫ કલાકે રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો થયેલ છે. 

છેલ્લા બે દિવસમાં ૭.૨૦ ફૂટ પાણી ડેમમાં ઠલવાતા ડેમ છલકાઈ ગયો હતો, પાણીની આવક ચાલુ જ છે. 

આ લખાય છે ત્યારે સવારે ૬.૪૫ વાગે  વરસાદ ચાલુ છે. આકાશ એકરસ બની ગયું છે. સ્થિતિ ખૂબ જ ગંભીર થતી જાય છે. 

છેલ્લી ૫૦  કલાકથી વરસાદ ચાલુ છે. રાત આખી જોરદાર વરસાદ પડતો રહ્યો છે.

(11:40 AM IST)