<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

રાજકોટનો ન્યારી ડેમ પણ છલકાવા તરફ ધસમસી રહ્યો છે: સવાર સુધીમાં ૩.૨૮ ફૂટ નવું પાણી આવ્યું: આજે નદી બે કાંઠે વહી રહી છે : જુઓ વિડિયો

આજે સવારે સાડા સાત વાગ્યે શહેર અને આસપાસના વિસ્તારોમાં અંધાધુધ વરસાદ ચાલુ છે ત્યારે રાજકોટના બીજા નંબરના ન્યારી-૧ ડેમમાં ૨૪ કલાકમાં ૩.૨૮ ફૂટ નવું પાણી આવ્યું.. ડેમ ૨૫.૦૯ ફુટે છલકાય છે. હવે ન્યારી છલકાવામાં ૫.૫૯ ફૂટ બાકી રહ્યું છે. 

ત્યારે ન્યારી-૧ ડેમનું લેવલ ૧૯.૬૮  ફૂટ છે. એકાદ-બે દિવસમાં જ ન્યારી એક ડેમ પણ   ઓવરફ્લો થવાની સંભાવના છે. આ લખાય છે ત્યારે આજી નદી બે કાંઠે વહી રહી હોવાનું અકિલાના શ્રોતા વરજાંગભાઈ હુંબલ જણાવે છે.

(11:57 AM IST)