News of Tuesday, 27th August 2024
ચુનારાવાડમાં મયુર ઉર્ફ જયદિપ ડોડીયા પર વિજય, નિર્મળ, પરાગ, સાહીલ, સામતનો ટોળકી રચી હુમલોઃ મિત્રના ડખ્ખામાં વચ્ચે પડતાં માથાકુટઃ સામે પક્ષે હરજી ઉર્ફ નિર્મળ ગોહેલની પાંચ જણા વિરૂધ્ધ ફરિયાદ

રાજકોટઃ જુના માર્કેટ યાર્ડ પાસે મનહર સોસાયટી-૪માં રહેતાં અને મજુરી કરતાં મયુર ઉર્ફ જયદિપ રણજીતભાઇ ડોડીયા (ઉ.વ.૩૩) નામના યુવાન પર સાંજે ચુનારાવાડ શેરી નં. ૩માં વીણાબેનની કરીયાણાની દૂકાન પાસે હતો ત્યારે વિજય વિનુભાઇ ગોહેલ, નિર્મલ વિનુભાઇ ગોહેલ, પરાગ વ્જિયભાઇ બાવળીયા, સાહિલ ઉર્ફ વાંદરી સામતભાઇ બાવળીયા અને સામતભાઇ બાવળીયાએ મળી ગાળો દઇ લોખંડના પાઇપથી હુમલો કરી માથા, ઢીંચણ અને જમણા ખભા પર ઇજા પહોંચાડતાં સાહેદ વનીતાબેન, રમાબેન વચ્ચપે પડતાં વિજયએ તેમને પણ પાઇપના ઘા ફટકાર્યા હતાં. તેમજ રમાબેનને પરાગે છરીનો છુટો ઘા મારતાં હોઠ પર ઇજા થઇ હતી. આ ઉપરાંત બીજા શખ્સોએ મયુર ઉર્ફ જયદિપ અને સાથેનાને ઢીકાપાટુનો માર માર્યો હતો. સામતે ધોકાથી હુમલો કરી માથામાં ઘા ફટકારી મારી નાખવાની ધમકી આપી હતી. અગાઉ મયુરના પરિચીત ઉદય દિલીપભાઇ પરમાર સાથે વિજય, નિમૃળ સહિતે ઝઘડો કરી મારકુટ કરી હોઇ ત્યારે મયુર ઉર્ફ જયદિપ વચ્ચે પડયો હોઇ તેનો ખાર રાખી આ હુમલો કરાયો હતો. થોરાળા પીઆઇ જી. એન. વાઘેલાની રાહબરીમાં એએસઆઇ વી. એમ. બેરડીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સામા પક્ષે નવા થોરાળા મેઇન રોડ બાપા સિતારામનગર-૨માં રહેતાં હરજી ઉર્ફ નિર્મળ વિ્નુભાઇ ગોહેલ (ઉ.વ.૩૨) નામના રિક્ષાચાલકની ફરિયાદ પરથી મયુર ઉર્ફ જયદિપ, રમાબેનનો દિકરો ઢોલો, રમાબેન, જેનીશ રાયધનભાઇ ચોૈહાણ અને વિજય ઉર્ફ બાલી ઓડ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. અગાઉ હરજી ઉર્ફ નિર્મળના ભાઇ સાથે મયુર અને ઢાલાએ ઝઘડો કર્યો હોઇ તે બાબતનો ખાર રાખી મયુર સહિતનાએ મળી લાકાના ધોકા, ઇંટથી હુમલો કરી હરજી તેમજ તેના માસી વર્ષાબેનને પણ ઇજા કર્યાનું હરજીએ ફરિયાદમાં જણાવ્યું છે.
(1:12 PM IST)










