News of Tuesday, 27th August 2024
મોરબી રોડ વેલનાથપરામાં જયરાજ રાઠોડ અને ભાઇ પૃથ્વીરાજ પર હુમલોઃ ભાડુઆતનું ઉપરાણુ લઇને જતાં હોવાની શંકાએ અજાણ્યા તૂટી પડયા

રાજકોટઃ મોરબી રોડ પર વેલનાથપરા-૨૭માં રહેતાં અને મજુરી કામ કરતાં જયરાજ ભરતભાઇ રાઠોડ (ઉ.વ.૨૪) પર આઠમની સાંજે વેલનાથપરા-૨૭માં ત્રણ અજાણ્યા શખસોએ હુમલો કરી ધોકાથી માર મારતાં તેનો ભાઇ પૃથ્વીરાજ ભરતભાઇ રાઠોડ વચ્ચે પડતાં તેને પણ માથામાં ઘા ફટકારી દેતાં ગંભીર ઇજા થતાં બંનેને સારવાર માટે ખસેડાયા હતાં. બી-ડિવીઝન પીઆઇ એસ. એમ. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એ. બી. ચોૈધરીએ ગુનો નોંધ્યો હતો. જયરાજના કહેવા મુજબ તેના ભાડુઆત કમલેશભાઇના દિકરા મુકરામ સાથે થોડા દિવસ પહેલા અજાણ્યા શખ્સોએ મારામારી કરી હતી. આ ત્રણેય વિસ્તારમાં જ રહેતાં હોઇ સાંજે જયરાજ અને તેનો ભાઇ નીકળતાં અજાણ્યા શખ્સોએ આ બંને તેના ભાડુઆતનું ઉપરાણુ લઇને આવે છે તેમ લાગતાં બંને પર ધોકાવાળી કરી હતી.
(1:15 PM IST)










