<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

વેલનાથપરામાં પોલીસ લખેલી કારમાં આવેલા ૪ શખ્‍સોનો રાકેશ સોવસીયા, કરણ અને અલ્‍પેશભાઇ પર ધોકા-પાઇપથી હુમલો

રાજકોટઃ શહેરના મોરબી રોડ પર વેલનાથપરા-૧૭માં મામા સાહેબના મંદિર પાસે રહેતાં રિક્ષાચાલક રાકેશભાઇ રમેશભાઇ સોવસીયા (ઉ.વ.૪૫)ન ેસાંજે પોણા છએક વાગ્‍યે વેલનાથપરા-૧૭માં હતો ત્‍યારે પોલીસ લખેલી કબુતરી કલરની કારમાં આવેલા ચાર અજાણ્‍યા શખ્‍સોએ ધોકા-પાઇપથી માર મારતાં અને ગાળો દેતાં સાહેદ કરણ અને અલ્‍પેશ વચ્‍ચે પડતાં તેને પણ ધોકા-પાઇપથી ફટકારવામાં આવતાં ત્રણેયને સારવાર લેવી પડી હતી. પીઆઇ એસ. એમ. જાડેજાની રાહબરીમાં બી-ડિવીઝન પીએસઆઇ એ. બી. ચોૈધરીએ અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાકેશભાઇના કહેવા મુજબ તેના દિકરા બાદલ અને ભત્રીજા કરણને અગાઉ બેડી ચોકડીએ મારવાડી શખ્‍સો સાથે સામુ જોઇ કાતર મારવા મામલે બોલાચાલી થઇ હતી. તેનો ખાર રાખી બેડી ચોકડીએ રહેતાં ત્રણ અજાણ્‍યા મારવાડી શખ્‍સો અને પોલીસ લખેલી કાર લઇને આવેલા અજાણ્‍યાએ મળી રાકેશભાઇ સાથે ગાળગાળી કરતાં ગળો દેવાની ના પાડતાં ધોકા-પાસપથી હુમલો કર્યો હતો. જેમાં રાકેશભાઇ અને સાથેના કરણ તથા અલ્‍પેશભાઇને પણ ઇજા થઇ હતી.

(1:16 PM IST)