News of Tuesday, 27th August 2024
ભોમેશ્વર મંદિર પાસે રહેતાં લાલાભાઇ શીયાળીયાનું બેભાન હાલતમાં મોત

રાજકોટઃ ભોમેશ્વર મંદિર નજીક વોંકળા પાસે રહેતાં લાલાભાઇ રામભાઇ શીયાળીયા (ઉ.વ.૪૧) નામના યુવાન આઠમની સાંજે ઘરે હતાં ત્યારે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતા પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીથી જાણ થતાં ગાંધીગ્રામના હેડકોન્સ. મયુરસિંહ જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
(1:17 PM IST)










