<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

કેનાલ રોડ લલુડી વોંકળીમાં પાણીમાં તણાઇ જતાં અજાણ્‍યા પ્રોઢનું મોત

રાજકોટઃ ગઇકાલથી શરૂ થયેલો વરસાદ આજે પણ વરસતો રહ્યો હતો. આ કારણે શહેરના અનેક નિચાણવાળા વિસ્‍તારોમાં રહેતાં લોકોની હાલત દયનીય બની ગઇ હતી. પોલીસે મોડી રાતથી વહેલી સવાર સુધી આવા વિસ્‍તારોમાં દોડધામ કરી લોકોને સલામત સ્‍થળે ખસેડયા હતાં. દરમિયાન કેનાલ રોડ પર લલુડી વોંકળી વિસ્‍તારમાં કેટલાક લોકો પાણીમાં ફસાયા હોઇ ફાયર બ્રિગેડની ટીમ રેસ્‍ક્‍યુ માટે પહોંચી હતી. ૧૦૮ની ટીમ અને પોલીસ પણ પહોંચી હતી. દરમિયાન અજાણ્‍યા આશરે ૫૫ વર્ષના પ્રોૈઢ પાણીમાંથી બેભાન મળતાં તેમને ૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં પોલીસે તેમની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

(2:13 PM IST)